વોટ્સએપનું નવું ફીચર છે ઘણું કામનું, જાણી લો…માર્ક ઝુકરબર્ગ પોતે આપી માહિતી
WhatsApp તેના પ્લેટફોર્મ પર સતત નવા ફીચર્સ એડ કરી રહ્યું છે. કંપનીએ હાલમાં જ એન્ડ્રોઇડ યુઝર્સ માટે UI ને ફરીથી ડિઝાઇન કર્યું છે. હાલમાં જ WhatsApp પર એક નવું સર્ચ બાર અને Meta AI ફીચર પણ આવ્યું છે. જો કે, Meta AIનું ફીચર હજુ સુધી તમામ યુઝર્સને મળી રહ્યું નથી.
હવે વોટ્સએપે તેના પ્લેટફોર્મ પર વધુ એક નવું ફીચર ઉમેર્યું છે. આ ફીચર ચેટ ફિલ્ટરનું છે. મેટાના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે આ સુવિધા વિશે માહિતી આપતી એક બ્લોગ પોસ્ટ જારી કરી છે. ચાલો જાણીએ તેની વિગતો. વોટ્સએપ ચેટ ફિલ્ટર શું છે?
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે ચેટ ફિલ્ટર ફીચરના લોન્ચ વિશે જાણકારી આપી છે. આ ફીચર પછી તમે બધા મેસેજને સરળતાથી ફિલ્ટર કરી શકશો. આ ફીચરને કારણે ચેટ ખોલવામાં લાગતો સમય ઓછો થઈ જશે. કંપની તમને વિવિધ ચેટ્સ ફિલ્ટર કરવાનો વિકલ્પ પણ આપી રહી છે.
આ ફીચર બહાર પાડવાનું કારણ એ છે કે લોકો માટે અલગ-અલગ વોટ્સએપ ચેટ્સને એક્સેસ કરવાનું સરળ બને. અત્યાર સુધી તમારે કોઈપણ વ્હોટ્સએપ ગ્રુપમાં ચેટ મારફતે સ્ક્રોલ કરવું પડતું હતું અને ન વાંચેલા સંદેશા માટે ઇનબૉક્સ એક્સેસ કરવું પડતું હતું. હવે તમને આ માટે ફિલ્ટર્સ મળશે, જેથી તમે એક જ જગ્યાએ ગ્રુપ ચેટ્સ જોઈ શકશો.
હવે આપણે જાણીએ કે આ સુવિધા કેવી રીતે કામ કરે છે? વોટ્સએપે ત્રણ ડિફોલ્ટ ફિલ્ટર્સ રજૂ કર્યા છે, જેથી તમે ચેટ્સને સરળતાથી ઍક્સેસ કરી શકો. સૌથી પહેલા તમારે iOS અથવા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર WhatsApp ઓપન કરવાનું રહેશે. ખાતરી કરો કે તમારું WhatsApp અપડેટ થયેલ છે. હવે તમારે ટોચ પર આપેલા ત્રણ ફિલ્ટર્સ પર ક્લિક કરવાનું રહેશે. સૌથી ઉપર તમને All, Unread અને Groupsનો વિકલ્પ મળશે. તમે All ફિલ્ટરમાં તમામ ચેટ્સ જોશો. Groups ફિલ્ટરનો ઉપયોગ કરીને, તમે બધા જૂથો જોશો. તેવી જ રીતે, જો તમે Unread ચેટ્સનું ફિલ્ટર પસંદ કરો છો, તો તે બધી ચેટ્સ જે તમે વાંચી નથી તે તમને જોવા મળશે.