શ્રીકાંત શિંદેનો દરેકરને જવાબ: સાહેબનું વર્તન હોય તે પ્રમાણે કાર્યકર્તાએ વર્તવું પડે
શ્રીકાંત શિંદેએ વૈશાલી દરેકરની આડમાં ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત પર પ્રહાર કર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કલ્યાણ બેઠકના ઉમેદવાર શ્રીકાંત શિંદેની તેમના હરીફ ઉમેદવાર વૈશાલી દરેકરની ટીકાની આડમાં શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને સંસદસભ્ય સંજય રાઉતની આકરી ટીકા કરી હતી. મહાવિકાસ અઘાડીના ઉમેદવાર વૈશાલી દરેકરે સત્તાધારી મહાયુતિના સંભવિત ઉમેદવાર શ્રીકાંત શિંદેની નકલ કરીને તેમના પર નિશાન તાક્યું હતું.
દરેકરની મિમિક્રીનો જવાબ આપતાં સાંસદ શ્રીકાંતે ઠાકરે જૂથના નેતા ઉદ્ધવ ઠાકરે અને નેતા સંજય રાઉત પર દરેકરની આડમાં શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે મને તેમના આવા વર્તનથી ખરાબ લાગ્યું નથી. બોસ જેમ વર્તે તેમ બિચારા પદાધિકારીઓ અને કાર્યકર્તાએ પણ વર્તન કરવું પડે છે. શિંદેએ એમ પણ કહ્યું હતું કે ચૂંટણી પછી તેમની પાસે પણ આ જ કામ બચ્યું હશે.
આપણ વાંચો: કલ્યાણ બેઠક પર શ્રીકાંત શિંદેનો વિજય ધ્વજ લહેરાવવાનું પ્લાનિંગ
વૈશાલી દરેકરે શું કહ્યું?
કલ્યાણ લોકસભા મતવિસ્તારમાં મહાવિકાસ અઘાડીના ઉમેદવાર વૈશાલી દરેકર જ્યારે પ્રચાર માટે અંબરનાથ ગયા ત્યારે તેમણે મહાયુતિના સંભવિત ઉમેદવાર શ્રીકાંત શિંદેની ટીકા કરી હતી. શિવસેનાએ અ, બ, ક.. ન જાણતા લોકોને શીખવ્યું.
અ બ ક.. નો અર્થ શું છે? જે વ્યક્તિ પોતે શું કરી રહ્યો છે, તેની વર્તમાન પરિસ્થિતિ અથવા સમાજમાં શું ચાલી રહ્યું છે તેના વિશે સ્પષ્ટ વિચારો ધરાવે છે, તે ક્યારેય ‘આ જગ્યાએ, પેલી જગ્યાએ’, ‘પછી આમ કરશું’ એમ શ્રીકાંત શિંદેની નકલ કરીને દેખાડ્યું હતું.
તેમણે વધુમાં શ્રીકાંત શિંદેની વાત કરવાની નકલ કરતાં જણાવ્યું હતું કે અંબરનાથમાં તેઓ આવે ત્યારે તે કેવી રીતે વાત કરતા હોય છે.
શ્રીકાંત શિંદેએ શું કહ્યું?
વૈશાલી દરેકર દ્વારા કરવામાં આવેલી મિમિક્રીનો જવાબ આપતાં સાંસદ ડો. શ્રીકાંત શિંદેએ કહ્યું હતું કે દરેકરની વાત કરીએ તો મને તેઓની ભૂલ દેખાતી નથી. તેઓ જે સ્થળે ઉભા છે તેને કારણે તેઓ આવું વર્તન કરી રહ્યા છે. તેમને મારી શુભેચ્છાઓ. એવું હોય છે કે જેમ બોસ વર્તે છે અને જેમ બોસ શીખવે છે તેમ બિચારા કામદારો અને અધિકારીઓએ કરવાનું હોય છે.
આમેય ચૂંટણી પૂરી થયા બાદ તેમની પાસે ભવિષ્યમાં કરવા માટે એક કામ હશે. તેમણે દરેક સભામાં મિમિક્રી શરૂ કરી દીધી છે. મને લાગે છે કે આ ચૂંટણી પૂરી થયા પછી તેમની પાસે એક કામ તો હશે, એમ કહીને તેમણે ઠાકરે જૂથની ટીકા કરી હતી.