લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો ઝટકો, સીતારામ અગ્રવાલ સહિત આ નેતાઓએ કેસરીયો કર્યો
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના માત્ર 9 દિવસ પહેલા જ રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ગુરૂવારે રાજધાની જયપુરમાં પ્રદેશના ડેપ્યુટી સીએમ દિયા કુમારીએ પૂર્વ સીએમ અશોક ગેહલોતના નજીકના વિપક્ષી નેતાઓને કોંગ્રેસમાં સામેલ કરાવ્યા છે. તેમાં સૌથી મોટું નામ સીતારામ અગ્રવાલનું છે, જેને ગત વર્ષે કોંગ્રેસે દિયા કુમારી સામે જ મેદાનમાં ઉતાર્યા હતા.
દિયા કુમારીએ જે નેતાઓને કેસરીયો ખેસ પહેરાવ્યો છે તેમાં જેજેપી તરફથી ધારાસભ્યની ચૂંટણી લડનાર રઘુવીર સિંહ તંવર, આરબીઆઈના પૂર્વ રાષ્ટ્રીય સચિવ જીએન પારીક અને મહેશ અગ્રવાલનો સમાવેશ થાય છે. તેમાં ડેપ્યુટી સીએમ દિયા કુમારીએ ઓમકાર સિંહ લખાવત, નારાયણ પંચારિયા, શ્રવણ સિંહ બાગરી, ભવાની સિંહ અને પ્રમોદ વશિષ્ઠ સહિત ભાજપના ઘણા અધિકારીઓની હાજરીમાં તેમને ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં સામેલ કર્યા હતા.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ લક્ષદ્વીપમાં મહિલા મતદારોની મૂળભૂત મુદ્દાઓ પર ધ્યાન આપવાની માંગ
પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા સીતારામ અગ્રવાલે કહ્યું, આજે મારા જીવનનો મોટો દિવસ છે, જે તમે લોકોએ સાર્થક કર્યો છે. મારૂ સૌભાગ્ય છે કે હવે તમારા નેતૃત્વમાં મને કામ કરવાની તક મળશે. તેમણે વધુમાં કહ્યું કે અમે ખરેખર તો રસ્તો ભૂલી ગયા હતા, તેથી પાછા ફરવામાં 10 વર્ષ લાગી ગયા.
ઉલ્લેખનિય છે કે સીતારામ અગ્રવાલ રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના ખજાનચી રહી ચુક્યા છે. તેઓ સતત બે વખત જયપુર શહેરની વિદ્યાધર નગર વિધાનસભા સીટથી કોંગ્રેસના ટિકિટ પર ચૂંટણી લડી ચુક્યા છે. જો કે બંને વખત તેમને ઘોર પરાજય સહન કરવો પડ્યો હતો.