આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર એસટીના પ્રવાસીઓ વધ્યા પણ ‘આ’નું જોખમ વધ્યું

મુંબઈ: મહારાષ્ટ્રના ઈન્ફ્રાસ્ટ્રકચરમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે, પરંતુ રસ્તાઓની હાલત હજુ પણ અમુક શહેર-વિસ્તારોમાં બિસ્માર છે, જેથી અકસ્માતોનું જોખમ વધ્યું છે. મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી)ના પ્રવાસીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ ગણો વધારો થયો છે તેમ જ અકસ્માતોની સંખ્યા પણ બમણીથી વધુ થઈ ગઈ હોવાથી ચિંતા વધી છે.

પહેલી જાન્યુઆરી ૨૦૨૧થી ૩૧ માર્ચ ૨૦૨૨ દરમિયાન ૩૩ કરોડ ૨૦ લાખ ૨૨ હજાર પ્રવાસીઓએ એસટીમાં પ્રવાસ કર્યો હતો અને એસટીની ૧૪૬૩ કરોડ ૭૫ લાખ ૩૧ હજાર રૂ.ની આવક થઇ હતી. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૪૯ કરોડ ૫૫ લાખ ૪૩ હજાર મુસાફરોએ ૨ હજાર ૫૩૫ કરોડ ૫૪ લાખ ૩૪ હજારની મુસાફરી કરી હતી.

આપણ વાંચો: અમરાવતીમાં 30 ફૂટ ઊંડી ખાઈમાં એસટી બસ ખાબકી, ત્રણનાં મોત, 36 ઘવાયા

૨૦૨૨-૨૩માં ૧૫૯ કરોડ ૭૯ લાખ ૯૨ હજાર મુસાફરોએ ૭૪૧૦ કરોડ ૨૮ લાખ ૭૮ હજાર અને ૨૦૨૩-૨૪માં ( ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી)૧૮૬ કરોડ ૧૨ લાખ ૭ હજાર મુસાફરોએ મુસાફરી કરી અને એસટીને ૯,૧૫૬ કરોડ ૨૧ લાખ ૮૧ હજાર રૂપિયાની આવક થઈ.

જાન્યુઆરી ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૧ દરમિયાન ૬૨૯ બસ અકસ્માતોમાંથી ૭૧ લોકોના મોત થયા છે. ૨૦૨૧-૨૨માં ૧,૨૮૧ અકસ્માતોમાં ૧૫૯ના મોત થયા હતા, ૨૦૨૨-૨૩ માં ૩,૦૧૪ અકસ્માતોમાં ૩૪૩ના મોત થયા હતા. ૨૦૨૩ – ૨૪ (ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી)દરમિયાન ૩,૧૨૧ અકસ્માતોમાં ૩૮૦ મૃત્યુ નોંધાયાનું સામાજિક કાર્યકર અભય કોલારકરે પણ આરટીઆઈ દ્વારા આગળ લાવ્યું છે.

સરકારે મહિલા સન્માન યોજના હેઠળ મહિલાઓને મુસાફરી ચાર્જમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ આપ્યું છે. આ યોજના શરૂ થયા બાદ ૨૦૨૩ -૨૪ (ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી) ૫૪ કરોડ ૧૩ લાખ મહિલાઓએ મુસાફરી કરી, એસટીને ૩,૧૧૦ કરોડ ૯૮ લાખ ૪૨ હજાર રૂપિયાની આવક થઈ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button