ધર્મતેજ

તો મૃત્યુ તરી જશો!

ગીતા મહિમા – સારંગપ્રીત

ગત અંકમાં પરમાત્માની પ્રાપ્તિના માર્ગની ચર્ચા કરીને હવે ભગવાન કૃષ્ણ મૃત્યુને તરવાની સાધના બતાવી રહ્યા છે, તે સમજીએ.
તેરમા અધ્યાયના આરંભમાં અક્ષર તત્ત્વના મહિમાગાન કર્યા પછી પુષોત્તમ તત્ત્વની વાત કરીને તેનું ફળ બતાવતાં ભગવાને કહ્યું, તે સાધક મૃત્યુને તારી જાય છે.

પરમાત્મા જ સ્વતંત્રપણે સર્વ જગતનું કારણ છે. એ સનાતન સિદ્ધાંત છે. પરંતુ એ જ પરમાત્માની નિત્ય ઇચ્છાથી અક્ષર પણ તેમને આધીન વર્તતા સમગ્ર જગતનું કારણ બને છે. માટે અક્ષરબ્રહ્મ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ છે એ પણ સનાતન સિદ્ધાંત છે. આ અક્ષરબ્રહ્મ એટલે કે પ્રત્યક્ષ ભગવાન દ્વારા જ જગતનું સર્જન થાય છે. જે સમજાવતાં સ્વયં પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ વ.ચ.ગ.પ્ર.27માં કહે છે કે, આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે તથા જેના વરસાવ્યા મેઘ વર્ષે છે તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય-ચંદ્ર ઉદય-અસ્તપણાને પામે છે તથા ચંદ્રમાની કળા વધે-ઘટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ, પગ, નાક, કાન એ આદિક દસ ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિષે અધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજવીજ થાય છે, એવાં અનંત આશ્ચર્ય છે તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેનાં કર્યાં થાય છે,’ એમ સમજે, પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. અને પૂર્વે જે જે અનંત પ્રકારનાં આશ્ચર્ય થઈ ગયાં છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે.

જુદા જુદા સાધકોને આત્માની અંદર પરમાત્માના દર્શન જુદી જુદી રીતે થતાં હોય છે. જેમ કોઈને હિમાલય પર્વતની ટોચ પર પહોચવું હોય તો ત્યાં પહોચવા માટેના અનેક રસ્તાઓ છે. પરંતુ તેનું અંતિમ લક્ષ્ય તો હિમાલયની ટોચ જ છે. તેમ પરમાત્માને પામવા માટેની ઉપાસનામાં પણ અનેક રસ્તાઓ ભક્તો પોત પોતાની ચિ મુજબ અપનાવે છે. કેટલાક ધ્યાનથી, કેટલાક સાંખ્ય જ્ઞાનથી, કેટલાક પરમાત્માના માહાત્મ્યજ્ઞાનથી, કેટલાક અષ્ટાંગયોગની સાધના દ્વારા અને કેટલાક કર્મયોગથી. પરંતુ લક્ષ્ય અને ફળ તો સમાન જ હોય છે. તેથી જ શ્રીકૃષ્ણ ભગવાન આ અંગે સમજ આપતા કહ્યું હતું કે કેટલાક(પરમાત્માનાં ઉપાસકો) આત્માથી પોતાના આત્મામાં રહેલા પરમાત્માને જુએ છે. અને અન્ય કેટલાક જ્ઞાનપ્રિય પરમાત્માના માહાત્મ્યજ્ઞાનપી યોગથી પ્રકટ પરમાત્માના સ્વપમાં સકલચિત્તવૃતિનો નીરોધ કરીને, પરમાત્મા માટે નિષ્કામ કર્મ કરીને કર્મયોગથી પરમાત્માને જુએ છે. અન્ય પરમાત્માનાં ભક્તો પોતાની રીતે વિવેચન કરીને જાણવા માટે અસમર્થ હોય તેઓ બ્રહ્મસ્વપ ગુ થકી સાવધાનપૂર્વક સાંભળીને ભજે છે.

આવી રીતે શ્રવણભક્તિ પારાયણ ભક્તો પરમાત્માની કૃપાથી અવશ્ય મોક્ષને પામે છે. અહીં યોગ એટલે પ્રકટપરમાત્માના સ્વપમાં બધી જ ચિત્ત વૃત્તિનો નિરોધ એટલે કે જોડવી. અહીં ઉપાસકની ચિ પ્રમાણે ઉપાસનામાં ભેદ છે પરંતુ ફળ તો સમાન જ છે.

મૃત્યુને તરવાની આ અમૂલ્ય સાધના ભગવાન કૃષ્ણે બતાવી તો છે, પરંતુ તેની સિદ્ધિ સાધકના વિશ્વાસના સ્તર પર અવલંબે છે. ભગવાન અને ગુના વચનોમાં વિશ્વાસ જ આ અમૂલ્ય સિદ્ધિ સિદ્ધ કરી શકે છે.

પ્રમુખસ્વામી મહારાજના ગુ યોગીજી મહારાજે એક સંકલ્પ કર્યો કે યમુનાના કાંઠે મંદિર કરવું છે. અને પ્રમુખસ્વામી મહારાજે તે વિચારમાં અપાર વિશ્વાસ મૂક્યો. તેને સાકાર કરવા તેઓએ 32 વર્ષ સુધી જમીન સંપાદન માટે પ્રયત્ન કર્યો! આખરે જમીન મળી અને તેઓએ એક નૂતન વિચાર કર્યો કે 5 વર્ષમાં આ જમીન ઉપર આપણે ભવ્ય અક્ષરધામ બાંધવું છે. અને તેઓએ તે વિચારને હજારો કારીગરો અને લાખો ભક્તોના હ્રદયમાં આરપાર ઉતાર્યો અને પરિણામ શું આવ્યું કે વિશ્વને રેકોર્ડ ટાઈમમાં સર્જાયેલી એક આધુનિક અજાયબીની ભેટ મળી, દિલ્હી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ. જેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડે વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર તરીકેનું બિદ આપ્યું છે.

વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજની મોટી વિશેષતા તો એ હતી કે તેઓએ ભગવાન અને ગુના વચનોમાં વિશ્વાસ લાવીને અનેકના જીવનપટ પર કરી ઉજ્જવળ પરિવર્તનની ક્રાંતિ આણી છે, આવો આપણે પણ પ્રભુને પ્રાર્થીએ કે ભગવાન ને ગુમાં વિશ્વાસ જીવનમાં આરપાર ઉતરે અને મહાન ભાવિનું નિર્માણ થાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button