પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શનિવાર, તા. ૬-૪-૨૦૨૪શનિ પ્રદોષ,
પંચક, મહાવારુણી યોગ,જળ દેવતાનાં પૂજનનો શ્રેષ્ઠ યોગ
ભારતીય દિનાંક ૧૭, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૧૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૬મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૮મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર શતભિષા બપોરે ક. ૧૫-૩૮ સુધી, પછી પૂર્વાભાદ્રપદા.
ચંદ્ર કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૭, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૭, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી :સવારે ક.૧૦-૦૪,રાત્રેે ક.૨૨-૩૬
ઓટ: બપોરે ક.૧૫-૫૯ ,મધ્યરાત્રિ પછી ક.૦૪-૪૨(તા.૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ફાગણ કૃષ્ણ – દ્વાદશી. શનિ પ્રદોષ, પંચક, મહાવારુણી પર્વયોગ સવારે ક. ૧૦-૨૧ થી બપોરે ક.૧૫-૪૧.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: શનિ પ્રદોષ વ્રત ઉપવાસ,શિવ -પાર્વતી પૂજા,રુદ્રાભિષેક,રાત્રિ જાગરણ,શિવ ભક્તિ ,જાપ,નામ સંકીર્તન,વરૂણ દેવતાનું પૂજન,રાહુદેવતાનું પૂજન,શનિદેવતાનું પૂજન,હનુમાનચાલીસા, સુંદરકાંડ પાઠ ,કદમ્બનાં વૃક્ષનું પૂજન, સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિક પૂજા, વિદ્યારંભ, રાજ્યાભિષેક, પાટ અભિષેક પૂજા,ધજા કળશ પતાકા ચઢાવવી,બગીચો બનાવવો, માલ લેવો, નોકરી-વેપાર, દુકાન-રત્ન ધારણ,વૃક્ષ વાવવાં, ધાન્ય વેચવું,ધાન્ય ભરવું,પશુ લે-વેચ. ફાગણ વદ તેરસ ,શતભિષા, શનિવારનો મહાવારુણી યોગ કાશી, તીર્થરાજ પ્રયાગ,હરદ્વાર ગંગા, ગોદાવરી, નર્મદા, કાવેરી આદિ તીર્થોમાં વરુણ દેવતાનું પૂજન કરી, સ્નાનનો મહિમા છે. આજરોજ વિશેષ રૂપે જળદેવતાના પૂજનનો મહિમા છે. સુખશાંતિની પ્રાપ્તિ, રોગોથી મુક્તિ માટે કળશમાં જલદેવતાના પુજનનૌ મહિમા છે. આજે ગંગા, યમુના, નર્મદા, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી આદિ નદીઓ, કુવા, તળાવ,સરોવર વગેરે કુદરતી પ્રાપ્ત જળથી સ્નાન કરવું.
આચમન: ચંદ્ર-મંગળ યુતિ પ્રવૃત્તિમય સ્વભાવ, ચંદ્ર-શનિ યુતિ અશાંત મન: સ્થિતિ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ યુતિ, ચંદ્ર-શનિ યુતિ.
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ,વક્રી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button