વોન્ટેડ સોનાના દાણચોરને સીબીઆઇ સાઉદી અરેબિયાથી પાછો લાવી
મુંબઈ: સોનાની દાણચોરીના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની યાદીમાં વોન્ટેડ સાઉદી અરેબિયાના રિયાધના શૌકલઅલીને ભારત લાવવામાં સીબીઆઇને સફળતા મળી છે. તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી.
ઇન્ટરપોલ દ્વારા અલીની શોધ ચલાવવામાં આવી રહી હતી ત્યારે તે સાઉદી અરેબિયામાં છુપાઇને બેઠો હતો. સીબીઆઇના ગ્લોબર ઓપરેશન્સ સેન્ટર દ્વારા અલીને ભારત લાવવા ઇન્ટરપોલ થકી સાઉદી અરેબિયાના નેશનલ સેન્ટ્રલ બ્યૂરો-રિયા સાથે સમન્વય સાધવામાં આવ્યો હતો.
ALSO READ : AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ CBI કરશે તપાસ, જાણો શું છે મામલો
સપ્ટેમ્બર, 2021થી અલી સામે રેડ કોર્નર નોટિસ જારી કરાઇ હતી. એનઆઇએ દ્વારા અલી વિરુદ્ધ 22 સપ્ટેમ્બર, 2020માં ગુનો દાખલ કરાયો હતો. 3 જુલાઇ, 2020ના રોજ રાજસ્થાનના જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની લગડી સાથે અલી પકડાયો હતો. તપાસમાં અલી દાણચોરીના કૌભાંડનો સૂત્રધાર હોવાનું જણાયું હતું.
ઇન્ટરપોલ જનરલ સેક્રેટરિયેટ દ્વારા 13 સપ્ટેમ્બર, 2021ના રોજ રેડ કોર્નર નોટિસ જારી કરાઇ હતી, જે નોટિસ ઇન્ટરપોલ દ્વારા તેના તમામ 196 સભ્ય દેશોમાં વિતરણ કરાઇ હતી. આખરે તેને ભારત લાવવામાં સફળતા મળી હતી.