ગિલની બહેને તેના ચાહકોને કર્યાં બોલ્ડ, જોઈ લો બહેનના અંદાજને
અમદાવાદઃ ભારતના ઘરઆંગણે રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં હમણા સુધી ડઝનેક મેચ થઈ ચૂકી છે ત્યારે ખેલાડીઓની સાથે હવે તેમના પરિવારજનોના પણ ફોટોઝ, વીડિયોઝ વાઈરલ થઈ રહ્યા છે. ત્રીજી એપ્રિલના ગુજરાત ટાઈટન્સ ભલે પંજાબ કિંગ્સ સામે મેચ હારી ગયું હતું, પણ ટાઈટન્સના કેપ્ટનની બહેને લોકોના દિલ જીતી લીધા હતા.
જી હા, ગુજરાતના દમદાર કેપ્ટન શુભમન ગિલે એક તરફ ગ્રાઉન્ડમાં રનોનો વરસાદ વરસાવ્યો હતો તો બીજી તરફ તેની બહેન શહનીલ ગિલે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા કમેન્ટ્સનો વરસાદ વરસાવ્યો હતો. આ મેચ જોવા તે પણ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી હતી. શહનીલ ગિલની સાથે ફેમસ એન્કર તન્વી શાહ પણ જોવા મળી હતી. હાલ તન્વી ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયેલી છે અને ટીમથી જોડાયેલી અપડેટ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
ALSO READ : Shubhman Gillએ કોને કહ્યું તારા કરતાં તો Kuldeep Yadav વધુ બોલ રમ્યો છે???
શહનીલ અને તન્વી સાથે ફ્રેમમાં ડેવિડ મિલરની પત્ની કૈમિલા પાર્કર પણ હાજર રહી હતી. ત્રણેએ પોત પોતાના અંદાજમાં તસવીરો પડાવી હતી અને શહનીલે પણ પોતાના નટખટ અંદાજની તસવીર પડાવી હતી.
ફેન્સને શહનીલનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે અને ફેન્સ ઘણા એવા રિએક્શન આપી રહ્યા છે. એક ફેન્સે તો રમૂજ કરતા લખ્યું હતું કે સારા કો ભી બુલા લેતી. વાસ્તવમાં સારા તેંદુલકર અને શુભમન ગિલને લઈ સોશિયમ મીડિયા પર અટકળો ચાલતી રહે છે. સારા ગત વર્ષે શુભમન ગિલની સાથે વર્લ્ડ-કપમાં જોવા મળી હતી.
ત્યાં અન્ય યુઝરે તેની બ્યુટીના વખાણ કરતા લખ્યું હતું કે ક્યુટેસ્ટ ગર્લ્સ એક જ ફ્રેમમાં. શહનીલ સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર સાડા ત્રણ લાખ ફોલોઅર્સ છે. તેના ફોટો-વીડિયો શેર કરતાની સાથે વાઈરલ થઈ જાય છે.