Shubhman Gillએ કોને કહ્યું તારા કરતાં તો Kuldeep Yadav વધુ બોલ રમ્યો છે???
હાલમાં જ IND Vs ENGનl વચ્ચે પાંચ દિવસનો પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ હતી અને 4-1થી Indian Teamએ સિરીઝ પોતાના નામે કરી લીધી છે. પણ હવે સોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડિયાના પ્રિન્સ તરીકે ઓળખાતા Shubhman ગિલનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે એવું કહેતો સાંભળવા મળી રહ્યો છે કે તારા કરતાં તો અમારો Kuldeep Yadav લાંબો સમય મેદાન પર ટકી ગયો હતો અને હવે મેચ પૂરી થયા ગયા બાદ શુભમન ગિલની આ વાત હકીકત પુરવાર થઈ રહી છે. આવો જોઈએ આખરે શુભમન ગિલે આવું કોને કહ્યું હતું અને કેમ?
વાત જાણે એમ છે કે ધરમશાલા ખાતે રમાયેલી છેલ્લી અને ફાઈનલ મેચમાં જેમ્સ એન્ડરસનને લઈને લાઈવ મેચમાં શુભમન ગિલ અને જોની બેયરસ્ટો વચ્ચે જીભાજોડી થઈ હતી અને બેયરસ્ટો શુભમન ગિલને ચિડાવતો જોવા મળ્યો હતો. આ વાતથી ગુસ્સે ભરાયેલા ગિલે બેયરસ્ટોને રોકડું પરખાવતા ચોપડાવી દીધું હતું કે તારા કરતા તો અમારો કુલદીપ યાદવ મેદાન પર વધુ સમય સુધી ટકી ગયો હતો અને ગિલની આ વાત હવે સાચી પુરવાર થઈ રહી છે.
સામે આવી રહેલા આંકડા અનુસાર બેયરસ્ટો પાંચેય મેચમાં 10 10 ઈનીંગ રમ્યો હતો, જ્યારે કુલદીપ યાદવ ચાર મેચમાં છ જ ઈનીંગ રમ્યો હતો પણ તેમ છતાં તે બેયરસ્ટો કરતાં 72 બોલ વધુ રમ્યો હતો. આ સિવાય બેન સ્ટોક્સ કરતાં માત્ર પાંચ જ બોલ ઓછા રમ્યો છે આખી ટેસ્ટ દરમિયાન. બેયર સ્ટો 10 દાવમાં 290 બોલ રમ્યો હતો જેની સામે કુલદીપ યાદવ 362 બોલ રમ્યો હતો.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી આ સિરીઝ દરમિયાન યશસ્વી જયસ્વાલ 891 બોલ રમીને સૌથી વધુ બોલ રમનાર નંબર વન ખિલાડી બની ગયો છે જ્યારે 760 બોલ સાથે બીજા નંબરે આવે છે શુભમન ગિલ. ત્રીજા નંબરે આવે છે ઈંગ્લેન્ડનો જો રૂટ. રૂટ 10 ઈનીંગ 649 બોલ રમ્યો હતો જ્યારે ચોથા નંબર પર આવે છે રોહિત શર્મા કે જે 623 બોલ રમ્યો હતો. પાંચમા નંબરે ઈંગ્લેન્ડનો જેક ક્રાઉલી આવે છે તે 521 બોલ રમ્યો હતો.