એક્સ અંગે સુષ્મિતા સેને કર્યો ચોંકાવનારો ખુલાસો, મર્યાદા જરુરી
મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેન પોતાની લવલાઈફને લઈ હંમેશાં ચર્ચામાં રહે છે, થોડા સમય પહેલા જ તેના લલિત મોદી સાથેના ફોટોગ્રાફ્સ જોઈ ફેન્સમાં જોરદાર ચર્ચા ચાલી હતી કે બંને ગમે ત્યારે લગ્નના તાંતણે બંધાઈ જશે, પણ એના પર આર્યાસ્ટારે ફૂલસ્ટોપ મૂક્યું હતું. એના બ્રેકઅપ બાદ પણ તે પોતાના એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે ચર્ચામાં આવી છે.
હાલમાં એક ઈન્ટરવ્યૂમાં 48 વર્ષની સુષ્મિતાએ એક્સ બોયફ્રેન્ડ અંગે વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જોકે આના પર સુષ્મિતાએ એવા જવાબ આપ્યા કે લોકો ચોંકી ગયા હતા. અભિનેત્રીએ જણાવ્યું હતું કે એક્સ સાથે મિત્રતા રાખી શકે છે પણ બહુ મૂઝવણમાં છે. ઘણા લોકો એક્સ સાથે મિત્રતા રાખતા હોય છે પણ ક્યાં મર્યાદા રાખવાની છે એ જાણતા હોતા નથી. બાઉન્ડરી ક્યાં રાખવાની હોય છે એ પણ જાણતા હોતા નથી.
આપણ વાંચો: સુષ્મિતાની દીકરી છે માતાના પગલે પગલે… આ ફિલ્ડમાં બનાવવું છે કરિયર…
તેણે જણાવ્યું હતું કે એક્સ સાથે મિત્રતા રાખવાનું શક્ય છે, મેં મિત્રતા પણ ઘણા સાથે કરી છે. હું મારી લાઈફમાં પણ એમ કરીને મારી જાતને બ્લેસ્ડ માનું છું. લગ્નની વાત પર સુષ્મિતાએ જણાવ્યું હતું કે જો તેને યોગ્ય વ્યક્તિ મળી જાય. તેમાં તે બધા ગુણ મળે જે તે ઈચ્છતી હોય, તો ચોક્કસથી લગ્ન કરી લેશે. સુષ્મિતાએ બ્રેકઅપ અંગે પણ કહ્યું હતું કે તમામ નિર્ણયો તે પોતે જ લે છે, જેમાં સારા હોય કે નરસા જ કેમ નહીં.
બીજી મહત્વની વાત એ છે કે તમને જાણ થવી જોઈએ કે તે સંબંધ તમારા માટે ન હતો. સંબંધ કેટલો પણ લાંબો ચાલે તે ચોક્કસ તમને કઈંક શિખવાડી જાય છે. તમે જીવનમાં સીખીને આગળ વધો છો. સુષ્મિતાના અફેરની વાત કરવામાં આવે તો તેનું નામ રોહમન શોલથી લઈ લલિત મોદી, વસીમ અકરમ, વિક્રમ ભટ્ટ, રણદીપ હુડ્ડા, ઈમ્તિયાઝ ખત્રી, સંજય નારંગ અને બંટી સચદેવ સુધીના લોકો સાથે જોડાઈ ચૂક્યું છે.