IPL 2024ની 15મી મેચમાં મંગળવારે લખનૌ સુપર જાયન્ટ્સે (LSG) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને (RCB) 28 રનથી હરાવ્યું હતું. આ મેચમાં લખનૌની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. જવાબમાં RCB 19.4 ઓવરમાં 153 રન પર જ સિમિત થઈ ગઈ હતી.
ફરી એકવાર મયંક યાદવે તબાહી મચાવી અને ત્રણ વિકેટ લીધી. તેણે સતત બીજી મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. વાસ્તવમાં, બેંગલુરુની ચાર મેચમાં આ ત્રીજી હાર છે, જ્યારે લખનૌની ત્રણ મેચમાં આ બીજી જીત છે. આવી સ્થિતિમાં, RCBના નામે પણ એક અનિચ્છનીય રેકોર્ડ છે, તે આ સિઝનમાં ઓલઆઉટ થનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
Indian selectors getting into meeting room to select Mayank Yadav after seeing his bowling pic.twitter.com/MfYBgAXQ8C
— Pakchikpak Raja Babu (@HaramiParindey) April 2, 2024
nice bowling ra mayank pic.twitter.com/PIBNNw27tQ
— Ok (@differentstar__) April 2, 2024
આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. લોકો ઘણા ફની મીમ્સ શેર કરી રહ્યા છે, જેને જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં.