પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), ગુરુવાર, તા. ૪-૪-૨૦૨૪, ભદ્રા સમાપ્તિ

ભારતીય દિનાંક ૧૫, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૧૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૧૦
પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૩મો દએપદીન, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૫મો દએપમહેર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૪મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૬મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર શ્રવણ રાત્રે ક. ૨૦-૧૧ સુધી, પછી ઘનિષ્ઠા.
ચંદ્ર મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૯, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૬, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: સવારે ક.૭-૪૨,રાત્રેે ક.૨૧-૦૬,
ઓટ: બપોરે ક.૧૩-૫૧ ,મધ્યરાત્રિ પછી ક.૦૩-૨૦(તા.૫).
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ફાગણ કૃષ્ણ – દસમી. ભદ્રા સમાપ્તિ સાંજે ક. ૧૬-૧૫
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: લગ્ન,શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા,ગુરુ-ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન,સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિકપૂજા, પરદેશગમનનું પસ્તાનું, વાહન, સવારી, દુકાન, વેપાર, માલ લેવો, વિદ્યારંભ, બાળકને અન્નપ્રાસન, દેવદર્શન, નામકરણ, રાજ્યાભિષેક, પાટ-અભિષેક પૂજા, ધજા કળશ, પતાકા ચઢાવવી, વૃક્ષ વાવવાં, બગીચાનાં કામકાજ, આભૂષણ, વસ્ત્રો,ધાન્ય ભરવું.
આચમન: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ સુવિધાઓે પ્રાપ્ત કરે, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અણધાર્યાં પરિવર્તનો આવે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ.
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ,વક્રી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર

સંબંધિત લેખો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button