તને કેવો વર જોઈએ? આ મહિલાના desirable manનું લિસ્ટ જોયું?
મુંબઈઃ જોડીઓ સ્વર્ગમાં બને છે કે લગ્ન તો બે આત્માનું મિલન છે કે પછી ઘર નહીં વર જોવાનો જેવી વાતો હવે ધીમે ધીમે મહત્વ ખોઈ રહી છે. શિક્ષિત અને ભણેલા યુવકયુવતીઓની પોતાના હમસફર માટેની અપેક્ષાઓ બદલાઈ ગઈ છે.
અમુક અંશે આ ખોટું પણ નથી, કારણ જે રીતે જીવન મોંઘુ અને અઘરું થઈ ગયું છે તે જોતા એક યુવતી સેટલ્ડ અને ખમતીધર યુવકની અપેક્ષા રાખે કે પછી એક યુવક કમાતી અને ઘર ચલાવતી મલ્ટિટાસ્કિંગ પત્નીની અપેક્ષા રાખે તે સમયની માગ થઈ ગઈ છે, પરંતુ હા મુંબઈની એક યુવતીએ એલ લાંબી લચક યાદી બહાર પાડી છે તેનાં ડિઝાયરેબલ મેન માટે અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.
આ મહિલા 37 વર્ષની છે અને તેની વાર્ષિક આવક રૂ. ચાર લાખ છે, પરંતુ તેને પતિ વર્ષે રૂ. એક કરોડ કમાતો જોઈએ છે. આ સાથે તેને મુંબઈમાં ઘર, ગાડી જોઈએ છે. આ સાથે બીજી સંપત્તિ પણ હોવી જોઈએ. યુવક ઉચ્ચ શિક્ષિત અને ઊંચી પોસ્ટ પર હોવો જોઈએ. તે આવા કમાતા પતિ માટે યુરોપ અથવા ઈટલી જઈને વસવા તૈયાર છે.
આ પણ વાંચો : દેશમાં સરેરાશ દૈનિક 400થી વધારે આત્મહત્યાઃ કૉંગ્રેસે સરકારને ઝાટકી
તેની આ પોસ્ટ પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું છે કે ભારતમાં આટલો ઊંચો પગાર માત્ર 1.7 લાખ લોકોનો જ છે એટલે આ છોકરીના લગ્ન થવાની સંભાવના 0.01 ટકા છે. તો બીજાએ લખ્યું છે કે આ મહિલાએ દેવું કર્યું લાગે છે, તેથી હવે કોઈ બકરો શોધી રહી છે.