આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઉમેદવારે અનામત રકમ ચૂકવતા કર્યું આ કામ, કર્મચારીઓને પરસેવો છૂટયો

મુંબઈ: લોકસભાની ચૂંટણીને લઈ દેશભરની ટોચની પાર્ટી સાથે જાહેર જનતા પણ ઉત્સુક છે. આ ચૂંટણીને લઈ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક ઉમેદવારે ઉમેદવારી પત્રક ભરવા માટે અનામતની રકમ માટે ચિલ્લરમાં ચુકવણી કરી હતી.

બુલઢાણા જિલ્લાના મહા લોકશાહી વિકાસ મોરચાના ઉમેદવાર અસલમ શાહ હસનએ તો અનામત રકમ 10 હજાર રૂપિયાના ચિલ્લર સ્વરૂપમાં ભરી છે. આ ઉમેદવાર બાકીના 15 હજાર રૂપિયા નોટના સ્વરૂપમાં લાવ્યો હતો.


આ પણ વાંચો:
વિપક્ષના ગઠબંધનમાં વડા પ્રધાનનો ચહેરો કોણ? શરદ પવારે શું આપ્યો જવાબ?

તેણે 10 હજાર રૂપિયાનું ચિલ્લર ટેબલ ઉપર મૂકતા અધિકારી અને કર્મચારી ચોંકી ગયા હતા. ડિપોઝિટ રકમ સંદર્ભે કોઈ નિયમો ન હોવાથી 15 હજારની નોટ અને 10 હજારનું ચિલ્લર લીધા વિના છૂટકો નહોતો. આ પૈસા ગણતા ગણતા એર કન્ડિશન્ડ ઓફિસમાં કર્મચારીઓને પરસેવો વળી ગયો હતો.

આખી ગણતરી 40 મિનિટ ચાલી હતી. ત્યાર બાદ ઉમેદવારની અરજી જિલ્લા અધિકારી સમક્ષ રજૂ થઈ હતી. ચિલ્લરમાં એક અને બે રૂપિયાના ઘણા સિક્કા હતા. સોમવારે યવતમાળ – વાશિમ લોકસભા મતદાર સંઘના અપક્ષ ઉમેદવાર મનોજ ગોડામે ઉમેદવારી નોંધાવતી વખતે 12,500 રૂપિયાનું ચિલ્લર આપ્યું હતું.


આ પણ વાંચો:
લોકસભા ચૂંટણીઃ રામટેકથી પીએમ મોદી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ

ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવ્યા પછી ઉમેદવારો સક્રિય થઈ રહ્યા છે. વિવિધ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો મતવિસ્તારમાં ઉમેદવારી નોંધાવી રહ્યા છે. દર વર્ષની માફક આ વખતે પણ અનેક લોકોએ અનામત રકમ માટે ચિલ્લરમાં ચુકવણી કરીને સૌ ચોંકી ગયા હતા, જ્યારે આ સમાચાર સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી પણ લોકોએ તેના અંગે અજબ ગજબની પ્રતિક્રિયા આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…