નેશનલ

ભાજપના ઉમેદવારની ચૂંટણી સભા પર અજાણ્યો લોકોનો પથ્થરમારો, કારને નુકશાન

મુઝફ્ફરનગરઃ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના ખતૌલી વિસ્તારમાં ભાજપના લોકસભા ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાનના સમર્થનમાં એક ચૂંટણી રેલી દરમિયાન કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો અને કેટલીક કારને નુકશાન પણ પહોંચાડ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર બાલ્યાન એક ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આજુબાજુમાં પાર્ક કરેલી કારને નુકશાન થયું હતું. એડિશનલ પોલીસ કમિશનર (શહેર) સત્યનારાયણ પ્રજાપતે જણાવ્યું હતું કે શનિવારની રાત્રે મધકરીમપુર ગામમાં બાલ્યાનની ચૂંટણી રેલી ચાલી રહી હતી ત્યારે કેટલાક બેકાબૂ તત્વોએ અનેક વાહનો પર પથ્થરમારો કરીને બારીના કાચ તોડી નાખ્યા હતા.

આપણ વાંચો: કાંદિવલીના યુવકની અપહરણ બાદ હત્યા: મુખ્ય આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો

હુમલાખોરોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આરોપીઓને પકડી પાડવા માટે શોધખોળ ચાલી રહી છે અને ગામમાં વધારાના પોલીસ દળને તૈનાત કરવામાં આવ્યું છે.

ભાજપના જિલ્લા એકમના પ્રમુખ સુધીર સૈનીએ આ ઘટનાની નિંદ કરી છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બાલ્યાન મુઝફ્ફરનગર સંસદીય મતવિસ્તારથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. જેના માટે પ્રથમ તબક્કામાં ૧૯ એપ્રિલે મતદાન થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button