Good News આ દિવસથી શરૂ થશે Ramayanનું શૂટિંગ, શૂટ કરાશે કેટલાક ખાસ સીન…
Nitesh Tiwariના નિર્દેશન બની રહેલી ફિલ્મ Ramayanને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. ફિલ્મને લઈને ફેન્સ અને દર્શકોના મનમાં અત્યારથી જ ઉત્સુક્તા જોવા મળી રહી છે. હજી સુધી આ ફિલ્મની શૂટિંગ નથી શરૂ થઈ શકી. હવે નિતેશ તિવારીની ટીમ દ્વારા આ ફિલ્મની શૂટિંગને લઈને નવી માહિતી સામે આવી રહી છે. આ અપડેટ્સ સાંભળીને ચોક્કસ જ ફેન્સના ચહેરા ખિલી ઉઠવાના છે. મળી રહેલી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શકે છે.
સૂત્રોની વાત પર વિશ્વાસ કરીએ તો નિતેશ રાણેના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ રામાયણનું શૂટિંગ આગામી એપ્રિલ મહિનાથી શરૂ થઈ શકે છે. મુંબઈમાં ફિલ્મના શૂટિંગ માટે સેટ ઊભો કરવામાં આવ્યો છે. આ સેટ ખૂબ જ ખાસ છે અને અહીં ગુરુકુલના શીન શૂટ કરવામાં આવશે. જેમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ રામ, લક્ષ્મણ અને ભરતના કેરેક્ટરના શેડ્યુલની શૂટિંગ કરવામાં આવશે.
આપણ વાંચો: ઐશ્વર્યા શૂટિંગ વખતે થઈ અચાનક બેભાન, સોશિયલ મીડિયા પર આપી જાણકારી
રણબીર કપૂર મુંબઈમાં ફિલ્મની શૂટિંગ માટે પૂરી રીતે તૈયાર છે, પણ ફિલ્મના આ શેડ્યુલમાં એનું કોઈ કામ નથી એટલે તે આ પાર્ટમાં સામેલ નહીં થાય. પરંતુ એવી આશા સેવાઈ રહી છે કે તે મિડ-એપ્રિલથી ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે. પરંતુ તે ફિલ્મના 3ડી સ્કેન માટે લોસ એન્જલસ જવાનો છે.
ફિલ્મની વાત કરીએ તો 17મી એપ્રિલના રામનવમીના દિવસે ફિલ્મની જાહેરાત કરવામાં આવશે. ફિલ્મ મેકર નિતેશ તિવારી આ ફિલ્મનું નિર્દેશન કરતાં જોવા મળશે અને આ સિવાય આ ફિલ્મમાં સાંઈ પલ્લવી, સની દેઓલ, યશ જેવા સ્ટાર્સનો સમાવેશ પણ થાય છે. રામાયણ પાર્ટ-1ની શૂટિંગ એપ્રિલથી જુલાઈ વચ્ચે કરવામાં આવશે.
આ પાર્ટ બાદ જ ફિલ્મની શૂટિંગમાં સની અને યશ સામેલ થશે. ફિલ્મ ક્યારે રિલીઝ થશે એની વાત કરીએ તો એવું કહેવાઈ રહ્યું છે કે ફિલ્મ 2025ની દિવાળી પર રિલીઝ થઈ શકે છે.