આમચી મુંબઈ

આ વર્ષે બાપ્પાને મળશે રોલર-કોસ્ટર રાઇડ: ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી છતાં ખાડાની હાલત તો જૈસે થે જેવી જ….


મુંબઇ: વિઘ્નહર્તા ગણપતી બાપ્પાના આગમનને હવે માત્ર એક અઠવાડિયાનો સમય બાકી છે. છતાં મુંબઇના રસ્તા પરના ખાડાનું વિઘ્ન હજી દૂર થયું નથી. ગણપતીની મૂર્તીના આગમન અને વિસર્જનના રસ્તા પર પડેલા ખાડા એક અઠવાડિયામાં પૂરવાનો આદેશ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિહં ચહલે 29મી ઓગષ્ટના રોજ જ આપ્યો હતો. જોકે આ આદેશ માત્ર કાગળો પૂરતો મર્યાદિત હોવાનું હવે લાગી રહ્યું છે. તેથી પાલિકાની આ ધીમી ગતીની કામગીરીની ગણેશોત્સવ સમન્વય સમિતી અને સામાજીક સંસ્થાઓએ ભારે ટીકા કરી છે.


દર વર્ષે ચોમાસામાં મુંબઇગરાને ખાડાઓનો સામનો કરવો પડે છે. આ વર્ષે પણ પરિસ્થિતી કંઇ નવી નથી. મુંબઇના રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા એ કહેવું મૂશ્કેલ થઇ જાય એવી પરિસ્થિતિ સર્જાઇ છે. આ અંગે 29મી ઓગષ્ટે પાલિકા કમિશનર ઇકબાલસિંહ ચહલે ગણપતિની મૂર્તિના આગમન અને પ્રસ્થાનની વિગતો મેળવી હતી. ત્યાર બાદ જરુર હોય ત્યાં રસ્તાનું સમારકામ કરવાનો આદેશ પણ આપ્યો હતો. કમિશનરના આદેશને હવે 11 દિવસ વિતી ગયા છે, છતાં મુંબઇના અનેક રસ્તાઓ પર ખાડાની હાલત તો પહેલા જેવી જ છે.


19 થી 28 સપ્ટેમ્બર દરમીયાન ગણેશોત્સવ ઉજવવામાં આવનાર છે. છતાં પણ રસ્તા પર વિધ્ન બની રહેલા ખાડા હજી સુધી પૂરાયા નથી. આવી હાલતમાં પણ જોખમ ઉઠાવીને અનેક ગણેશ મંડળો બાપ્પાને લઇ આવ્યા છે. હજી જો આ રસ્તાઓ દુરુસ્ત નહીં થાય તો આ વર્ષે તો બાપ્પાને વિદાઇ પણ બમ્પી રાઇડમાં થશે.


મલાડના મીઠ ચોકી સિગ્નલથી માલવણી અગ્નીશમન દળ, માર્વે રોડ, રામચંદ્ર લેન, દાદા કારખામીસ માર્ગ આ વિસ્તારોમાં મોટાં પ્રમાણમાં ખાડા પડ્યા છે. જે હજી સધી પૂરવામાં આવ્યા નથી. એટલું જ નહીં પણ વિક્રોળી-જોગેશ્વરી લિંક રોડ, ધાટકોપરમાં આવેલ રમાબાઇ આંબેડકર માર્ગ, બોરીવલી, મલાડ, કુર્લા બૈલ બજાર, સાતરસ્તા , કાળા ચોકી વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં ખાડા પડ્યાં છે. જે ગણપતિના આગમન માટે વિઘ્ન બની ગયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button