સ્પોર્ટસ

મહિલા ફૂટબોલ ખેલાડી સાથે AIFFના અધિકારી પર કથિત મારપીટનો આરોપ, કહ્યું, ‘સાહેબ નશામાં હતા…’

હિમાચલ પ્રદેશ સ્થિત ક્લબ Khad FC ની બે મહિલા ફૂટબોલરોએ (woman football) અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશનની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય દીપક શર્મા (Deepak Sharma, Member, AIFF) પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલા ખેલાડીઓના જણાવ્યા અનુસાર, દીપક શર્માએ ગોવા માં ચાલી રહેલી ઈન્ડિયન વુમન લીગ 2 (Indian Women’s League 2, Goa) દરમિયાન હોટલના રૂમમાં તેમની સાથે મારપીટ (assaulting) કરી હતી. ફૂટબોલરોએ શુક્રવારે AIFFમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા ખેલાડીઓ પર હુમલો ગુરુવારે ગોવામાં એક હોટલના રૂમમાં થયો હતો.

મહિલા ફૂટબોલરોના જણાવ્યા અનુસાર, દીપક શર્માને ગુસ્સો આવ્યો કે મહિલા ખેલાડીઓ રસોઈ બનાવી રહી છે અને તેણે તેમની સાથે મારપીટ કરી. દીપક શર્મા હિમાચલ પ્રદેશ ફૂટબોલ એસોસિએશનના જનરલ સેક્રેટરી અને AIFFની સ્પર્ધા સમિતિના ઉપપ્રમુખ છે.

ફૂટબોલરોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઘટના સમયે શર્મા નશામાં હતો અને જ્યારે તેઓ હિમાચલ પ્રદેશથી ગોવા જઈ રહ્યા હતા ત્યારે તેઓ તેમની સામે દારૂ પીતા હતા. જે મહિલા ફૂટબોલ ખેલાડીઓ પર હુમલો કરવામાં આવ્યો તેમાં પલક વર્માનો પણ સમાવેશ થાય છે, જેણે આ ઘટના વિશે મિડયા સાથે વાત કરી છે.

પલક શર્માએ કહ્યું, “તે દિવસે, હું ઘાયલ થઈ હતી અને ઇંડા લઈને મારા રૂમમાં આવી હતી. લગભગ 10:30-11 વાગ્યાની આસપાસ, હું બીજી છોકરી સાથે રસોડામાં ઇંડા બનાવી રહી હતી. તે સમયે, સાહેબે અમને તેમના રૂમમાં બોલાવ્યા.

આપણ વાંચો: નવી મુંબઈમાં ડમ્પરે અડફેટમાં લેતાં ફૂટબોલ કોચનું મૃત્યુ

બીજી છોકરી તેના રૂમમાં ગઈ અને તેને પૂછવામાં આવ્યું કે અમે શું કરી રહ્યા છીએ. તેણે તેમને કહ્યું કે ઈંડા બનાવી રહ્યા છીએ. સરએ છોકરીને ઠપકો આપ્યો અને પછી મને અંદર બોલાવી. તેણે અભદ્ર રીતે પૂછ્યું કે હું ઈંડા કેમ બનાવી રહી છું અને શું હું ‘સ્પેશિયલ’ છું? ” પલક વર્માએ વધુમાં કહ્યું કે, સર નશામાં હતા.

આગળ પલક વાત કરતાં કહે છે કે, ‘જમવાનું ખાતમ થઈ ગયું હોવાથી હું રૂમમાં ઈંડા બનાવી રહી છું. તે સમયે તે નશામાં હતા. સરે મને ઈંડા ફેંકી દેવા જણાવ્યુ. હું રડવા લાગી અને મારા રૂમમાં જતી રહી. ત્યાં પાછળથી અંદર આવીને મારી સાથે મારપીટ કરવા લાગ્યા હતા. મારા રુમમેટ તેને રોકવા લાગ્યા અને તે ત્યાંથી ચાલ્યા ગયા.

પલકે વધુમાં કહ્યું કે હવે તેના પર ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પલકે કહ્યું, “ત્યારબાદ તેની પત્ની નંદિતા, જે ક્લબની મેનેજર પણ છે, આવી અને અમારા પર દબાણ કર્યું. તેણે અમને કહ્યું કે અમારામાં કોઈ સંસ્કાર નથી. અમે GFA અને AIFFમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ તપાસ કરશે.” તેઓએ શર્માને લેખિતમાં આપવા કહ્યું કે અમને કોઈ નુકસાન નહીં થાય. હું 21 વર્ષનો છું. અમારી ફરિયાદ પાછી ખેંચવા માટે અમારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે.”

પાલકે જણાવ્યુ કે આ ઘટના બાદ તે રાત્રે સૂઈ શકી ન હતી. માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે તે હવે રમવા માટે પીએન સક્ષમ નથી. આ ઘટના વિશે વાત કરતા GFAના વાઇસ પ્રેસિડેન્ટ જોનાથન ડિસોસાએ જણાવ્યું હતું કે, “ફરિયાદ મળ્યા બાદ, હું પક્ષકારોને મળ્યો હતો. જરૂરી કાર્યવાહી માટે AIFFને રિપોર્ટ મોકલવામાં આવશે.

હું પણ રાત્રે હોટેલમાં ગયો હતો અને મને લાગ્યું કે GFA ના દૃષ્ટિકોણથી, પોલીસમાં ફરિયાદ નોંધાવવી મહત્વપૂર્ણ હતી. પરંતુ અમારી ભૂમિકા મર્યાદિત હતી કારણ કે અમે પીડિત નથી અને FIR દાખલ કરી શકતા નથી. પરંતુ અમે યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યુવતીની ફરિયાદ પોલીસને મોકલી છે. અને તેઓને ઘટના વિશે જાણ કરવામાં આવી છે”.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત