આમચી મુંબઈ

MMRDA ના આવકના સ્રોતો ઘટ્યા, મેટ્રો, સબવે પ્રોજેક્ટ માટે લોન લેશે

મુંબઇઃ મહાનગર મુંબઇમાં ઇન્ફ્રા.નો વિકાસ કરવા માટે ઘણો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. મુંબઇ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ને મુંબઇમાં હાથ ધરવામાં આવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે મોટી રકમની જરૂર છે અને તેમના આવકના સ્રોત સતત ઘટી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં મુંબઇમાં ચાલી રહેલા 37 ઇન્ફ્રા પ્રોજેક્ટ માટે MMRDAએ બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી 92 હજાર કરોડ રૂપિયાની લોન લેવાનું નક્કી કર્યું છે.

મુંબઈ મહાનગરમાં લોકોના ઝડપી પરિવહન માટે 337 કિ.મી. લાંબુ મેટ્રો નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે. આ માટે 14 મેટ્રો પ્રોજેક્ટના કામો હાથ ધરવામાં આવ્યા છે. આ પૈકી 8 મેટ્રો લાઈનોનું નિર્માણ કાર્ય હાલમાં ચાલી રહ્યું છે. તે જ સમયે, બોરીવલી અને થાણે વચ્ચે અડધા કલાકની મુસાફરીનો સમય ઘટીને 15 થી 20 મિનિટ થઇ જાય તેવો સબવે પ્રોજેક્ટ, ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઇવ સબવે, થાણે કોસ્ટલ રોડ, થાણેમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે વિવિધ ખાડીઓ પર બાંધવામાં આવી રહેલા પુલ જેવા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે.


Also Read:https://bombaysamachar.com/mumbai/mumbai-monorail-operation-plan-benefits/


એક તરફ મુંબઇ માટે મોટી સંખ્યામાં પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે ત્યારે MMRDA પાસે આવકના સ્ત્રોતો ઘટી ગયા છે. તેથી, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી પાસે આ પ્રોજેક્ટ્સના ખર્ચને પહોંચી વળવા માટે ઉધાર લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

આ પ્રશ્નને હલ કરવા માટે રાજ્ય સરકારે તાજેતરમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીને REC લિમિટેડ પાસેથી રૂ. 12,000 કરોડ અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (PFC) પાસેથી રૂ. 12,000 કરોડ મળીને કુલ રૂ. 24,000 કરોડની લોન લેવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર પણ આ પ્રોજેક્ટ માટે 10,990 કરોડ રૂપિયાની લોન આપશે.આઠ મેટ્રો પ્રોજેક્ટના કામ માટે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC) પાસેથી રૂ. 30,593 કરોડ મેળવવામાં આવશે. તેમાં મેટ્રો 5, મેટ્રો 6, મેટ્રો 9, મેટ્રો 10, મેટ્રો 12, મેટ્રો 4 અને મેટ્રો 2Bનો સમાવેશ થાય છે.


Also Read:https://bombaysamachar.com/mumbai/monorail-ferries-will-increase-but-will-it-succeed-in-increasing-passengers/


MMRDA મેટ્રો 2B પ્રોજેક્ટ માટે બહુપક્ષીય વિકાસ બેંક (MDB) પાસેથી રૂ. 4,695 કરોડ લેશે. મેટ્રો 4 અને 4A માટે નાણાકીય સંસ્થા KFW દ્વારા રૂ. 4,900 કરોડની લોન આપવામાં આવશે. આ ઉપરાંત MMRDA 30,593 કરોડ રૂપિયા ગ્રામીણ વિદ્યુતીકરણ નિગમ પાસેથી, 50,301 કરોડ રૂપિયા પાવર ફાઇનાન્સ કોર્પોરેશન પાસેથી લેશે. આ ઉપરાંત પણ SBI કોર્પોરેટ ટેક્સ પાસેથી પણ 2000 કરોડ રૂપિયાની લોન લેવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button