મનોરંજન

બી-ટાઉનમાંથી આવ્યા ચિંતા કરાવે એવા સમાચાર, આ એક્ટરની તબિયત ખરાબ થઈ…

જી હા, બોલીવૂડના હી-મેન તરીકે ઓળખાતા દિગ્ગજ કલાકાર ધર્મેન્દ્રની તબિયત લથડી છે. 87 વર્ષીય આ એક્ટરને દીકરો સની દેઓલ સારવાર માટે વિદેશ લઈ ગયો હોવાની માહિતી મળી રહી છે. ગદર ફેમ એક્ટર પિતા ધર્મેન્દ્ર સાથે ટ્રીટમેન્ટ માટે અમેરિકા ગયા છે અને ત્યાં તે 15-20 દિવસ રોકાશે. જેથી તેમની સારી રીતે સારવાર થઈ શકે છે.

અંદર કી બાત પર વિશ્વાસ કરીએ તો છેલ્લાં કેટલાક દિવસથી ધર્મેન્દ્રની તબિયત નાદુરસ્ત હતી. પરિણામે દીકરા સનીએ તેમને સારવાર માટે અમેરિકા લઈ જવાનો નિર્ણય લીધો હતો. એવું કહેવાઈ રહ્યું છે કે સનીએ થોડાક દિવસ માટે કામમાં બ્રેક લીધો છે અને પિતાનું ધ્યાન રાખવાનો નિર્ણય લીધો છે.

જોકે, હજી સુધી ધર્મેન્દ્રના હેલ્થને લઈને એવી માહિતી આપવામાં આવી છે કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી અને આ એક રૂટિન ટ્રીટમેન્ટ છે. હાલમાં સની દેઓલ પોતાની ફિલ્મ ગદર-2ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તેની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું અને કમાણીના મામલામાં ફિલ્મે તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા હતા.

જ્યારે ધર્મેન્દ્રના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ પણ હાલમાં જ ફિલ્મ રોકી ઔર રાની કે પ્રેમ કહાનીમાં કામ કરતાં જોવા મળ્યા હતા અને ટૂંક સમયમાં જ તેમની એક બીજી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ રોકી ઔર રાની કી લવ સ્ટોરીમાં શબાના આઝમી સાથેના તેમના કિસિંગ સીને ખૂબ જ લાઈમલાઈટ ચોરી હતી. એક્ટરની તબિયતના સમાચાર સાંભળીને ફેન્સ ખૂબ જ ચિંતામાં મૂકાઈ ગયા છે અને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button