મનોરંજન

રસ્તા પર હોળી રમીને સિંગર અરિજીત સિંહે દિલ જીતી લીધું

મુરશિદાબાદઃ લાંબા સમયથી બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં સિંગર તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરનારા અરિજીત સિંહ હવે ચાહકોમાં તેના ઉદાર સ્વભાવને કારણે વિેશેષ નામના મેળવી છે. પોતાના રુહાની અવાજથી તેમણે લોકોનું મન તો જીત્યું જ છે સાથે નેશનલ એવોર્ડ અને સાત ફિલ્મફેર પણ પોતાને નામ કર્યા છે. છતાં તેમને સ્વભાવમાં ઘમંડનો છાંતો પણ નથી.

અરિજીત ખૂબ જ સાધારણ જીવન જીવે છે. ચાહકો હોય કે સામાન્ય વ્યક્તિ તેઓ બધાને ખૂબ જ વિનમ્રતાથી મળે છે. આના ઘણા વીડિયો પહેલાથી જ સોશ્યલ મીડિયા પર ફરી રહ્યા છે અને હાલ તેમની સાદગીનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ બાળકોથી રંગો લગાવાતા નજરે પડી રહ્યા છે.

ખરેખર હોળીના દિવસે અરિજીત સફેદ કુરતા પાયજામામાં પોતાની મોપેડ પર સવાર થઈ રસ્તા પર ફરી રહ્યા હતા, જ્યાં કેટલાક બાળકોએ તેમને રંગ લગાવા માટે રસ્તામાં રોક્યા હતા અને તેઓ પણ પ્રેમભરી ભાવના સાથે બાળકોથી રંગ લગાવી રહ્યા હતા. બાદમાં હોળીની શુભકામનાઓ પણ આપી અને તેઓ રવાના થઈ ગયા હતા.

આપણ વાંચો: હોળીના દિવસે પશ્ચિમ રેલવે પર Motormanની સતર્કતાએ બચાવ્યો પ્રવાસીનો જીવ…

અરિજીતનો આ સુંદર વીડિયો નીહાળી ફેન્સ સિંગર પર પોતાનો પ્રેમ દર્શાવાથી રોકી શક્યા ન હતા. તેમણે વીડિયોના કમેન્ટ સેક્શનમાં કમેન્ટનો વરસાદ કરી મૂક્યો હતો. એક યુઝરે લખ્યું કે અરિજીત સિંહ હીરો છે. વધુ એક યુઝરે લખ્યું કે કેટલો સાદગીવાળા માણસ છે. બીજાએ લખ્યું હતું કે આમનું દિલ તો સોનાનું છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે, દિલ કો છૂ લેનેવાલા ગાયક.

મહત્વની વાત છે કે, આ પ્રથમ વખત નથીં જ્યારે અરિજીત સિંહે લોકોનું દિલ જીત્યું હોય. આના પહેલા પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેઓ હાથમાં એક શોપિંગ બેગ લઈને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં સ્કૂટર પર કરિયાણાની ખરીદી કરતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત, તેમણે એ સમયે પણ લોકોની સરાહના મેળવી જ્યારે આઈપીએલના ઉદ્ધાટનમાં પૂર્વ ભારતીય કેપ્ટન એમએસધોનીના સન્માનમાં તેના પગે પડી આશીર્વાદ લીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button