ઈન્ટરવલ

નવા લેખકો સાથે – નવા નાટક ને નવા દર્શકો પણ શોધવા પડશે!

કૌસ્તુભ ત્રિવેદી

રંગભૂમિની ગઈકાલ-આજ અને આવતીકાલની વાત માંડીએ તો ગઈકાલની રંગભૂમિ જોઈ નથી- સાંભળી છે. આજની રંગભૂમિ જોઈ છે -ભજવી છે- માણી છે. આવતીકાલની રંગભૂમિ કેવી હોવી જોઈએ એની કલ્પના જ કરવી રહી.

ગઈકાલની રંગભૂમિ મારા પુરોગામી લોકો પાસેથી સાંભળી. સાંભળ્યું કે દેશ-વિદેશ વસતા ગુજરાતી નવા નાટકની રજૂઆત વખતે મહિના બે મહિના પહેલા ટિકિટ બુક કરાવતા અને દૂર દેશથી જોવા આવતા અને એ સમયમાં ૧૦૦૦ શો થયા હોય એવાં અનેક નાટકો હતાં. એ સમયના કલાકાર વગર માઈકે છેલ્લી હરોળમાં સંભળાય એ રીતે અભિનય સાથે સંવાદ બોલતા. કરતા. થોડાક નામ : માસ્ટર અશરફ ખાન- સુશીલાબહેન- છગન રોમિયો- મા. રમણ એ જ રીતે અનેક લેખકો -કવિ મન્સવી પ્રાંતિજવાળા- પ્રભુલાલ દ્વિવેદી- પ્રફુલ્લ દેસાઈ,ઈત્યાદિ…

ત્યાર બાદ – ચંદ્રવદન ભટ્ટ, વિષ્ણકુમાર વ્યાસ, જયંતી પટેલ, પ્રતાપ ઓઝા-વનલતાબહેન્, ચંદ્રીકાબહેન્, વગેરે અંગ્રેજી રંગભૂમિ પરથી આવતાંં નાટકો ભજવાતા. એ પછી સાહિત્ય કૃતિ અને અન્ય ભાષાના નાટક લાવ્યા પ્રવીણ જોષી, લોકલેખક રામજી વાણિયા પાસે મોતીવેરાણા ચોકમાં લખાવે, કાંતિ મડિયા પીળું ગુલાબ અને લાભશંકર ઠાકર પાસે લખાવે તો ઉપેન્દ્ર ત્રિવેદી દર્શક મનુભાઈ પંચોળી પાસે ઝેર તો પીધા જાણી જાણી લખાવે… ત્યાર બાદ આવી અમારા સમયની રંગભૂમિ…

પરેશ રાવલ, સિદ્ધાર્થ રાંદેરિયા, હોમી વાડિયા, સંજય ગોરડિયા, દીપક ઘીવાલા વગેરે સુપરહિટ નાટકોની ભરમાર દિગ્દર્શક વિપુલ મહેતા હોમી-પરેશ રાવલ- સિદ્ધાર્થનાં એક પછી એક હિટ નાટકો…..૨૦૦થી વધારે નાટક કર્યા- ૧૫,૦૦૦થી વધુ શો કર્યા ત્યારે રંગભૂમિ પર જબરજસ્ત જુવાળ આવ્યો. કોવિડ પહેલાં સુધી નાટકો જબરજસ્ત ચાલતા. અત્યારે રંગભૂમિ પર પ્રેક્ષકો પ્રમાણમાં ઓછા થઇ ગયા છે. આવનાર સમય એટલે આવતી કાલની રંગભૂમિની કલ્પના જ કરવી રહી. નવા લેખકો શોધવાથી માંડી નવા પ્રેક્ષકો પણ શોધવા પડશે. નવા સાહિત્યકાર પાસેથી નવી વસ્તુ શોધી ઉઘરાણી કરી કલાકાર, નિર્માતાએ નવું કશુંક આપવું પડશે તો જ નવા પ્રેક્ષક આપણને મળશે. મારા મતે આવતીકાલની રંગભૂમિ વધુ ટેક્નિકલ હશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત