નેશનલ

કેજરીવાલ જેલમાં: દિલ્હીમાં બબાલ

આપનું પીએમ આવાસના ઘેરાવનું ગતકડું

અટક: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુક્તિની માગણીને લઇને પટેલ ચોક મેટ્રો સ્ટેશન ખાતે દેખાવ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટક કરતા સલામતી વિભાગના જવાનો. (પીટીઆઇ)

નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડનાં વિરોધમાં “ઇન્કલાબ ઝિંદાબાદ “કેજરીવાલ ઝિંદાબાદના નારા લગાવતા લોક કલ્યાણ માર્ગ પર વડા પ્રધાનના નિવાસસ્થાન તરફ કૂચ કરવાનો પ્રયાસ કરનારા આપના નેતાઓ અને કાર્યકરોમાંથી ઘણાને પટેલ ચોક ખાતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીને “ગઢમાં ફેરવી દીધી હોવાનો દાવો કરીને, આમ આદમી પાર્ટી દિલ્હી એકમના ક્ધવીનર ગોપાલ રાયે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જે રીતે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે સમગ્ર શહેરમાં કલમ ૧૪૪ હેઠળ નિયંત્રણો લાદ્યા છે. એવું લાગે છે કે દિલ્હી “પોલીસ રાજ્ય બની ગયું છે.

પોલીસે તેના કર્મચારીઓ અને અર્ધલશ્કરી દળોના જવાનોને તૈનાત કરીને વડા પ્રધાનના નિવાસસ્થાન અને મધ્ય દિલ્હી સહિત રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગોમાં સુરક્ષા વધારી દીધી છે.

જ્યારે લોક કલ્યાણ માર્ગ મેટ્રો સ્ટેશન બંધ છે, ત્યારે આગળની સૂચના સુધી પટેલ ચોક અને કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશન પર પ્રવેશ અને બહાર નીકળવા પર પ્રતિબંધ છે.

આપના નેતા સોમનાથ ભારતી, દિલ્હી વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર રાખી બિરલા અને પંજાબના પ્રધાન હરજોત સિંહ બેન્સની પોલીસે અટકાયત કરી હતી.

રાયે દાવો કર્યો હતો કે તેમની પાર્ટીની મહિલા કાર્યકરોને ખેંચીને તેમની અટકાયત કરવામાં આવી હતી.

ભાજપના ૫૭ કાર્યકરની અટક

દેખાવ: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના રાજીનામાની માગણીને લઇને નવી દિલ્હીમાં દેખાવ કરી રહેલા ભાજપના કાર્યકરો. (પીટીઆઇ)

નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના રાજીનામાની માગણીને લઇને અહીં મોરચો કાઢનારા ભાજપના ૫૭ કાર્યકરની અટક કરાઇ હતી.

ભાજપના નેતાઓ માગણી કરી રહ્યા છે કે દિલ્હીમાં દારૂની આબકારી જકાતને લગતા કૌભાંડમાં એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) દ્વારા પકડાયેલા કેજરીવાલે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું જોઇએ.

પોલીસે જણાવ્યું હતું કે મોરચો કાઢનારા ભાજપના કાર્યકરોને વિખેરવા માટે તેઓ પર ‘પાણીનો મારો’ ચલાવાયો હતો, પરંતુ બહાદુર શાહ ઝફર માર્ગ ખાતે બેરિકેડ તોડવાનો પ્રયાસ કરનારા ભાજપના ૫૭ કાર્યકરની અટક કરાઇ હતી. ભાજપના જે નેતાઓ અને કાર્યકરોની અટક કરાઇ હતી, તેમાં દિલ્હી ભાજપના પ્રમુખ વીરેન્દ્ર સચદેવનો પણ સમાવેશ થાય છે.

ભાજપના સાંસદ મનોજ તિવારીએ જણાવ્યું હતું કે જેલમાંથી કોઇ સરકાર ચલાવી ન શકાય. સરકાર માત્ર બંધારણની જોગવાઇ મુજબ જ ચાલવી જોઇએ.

કેજરીવાલ હાલમાં એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટની જેલમાંથી જ દિલ્હીનો વહીવટ ચલાવી રહ્યા છે અને પોતાના પ્રધાનોને જરૂરી આદેશ આપી રહ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય સચિવ મનજિન્દરસિંહ સિરસાએ જણાવ્યું હતું કે અમે દિલ્હીના ઉપરાજ્યપાલને આ પ્રકરણના સંબંધમાં ફરિયાદ કરી હતી અને કડક પગલાં લેવાની વિનંતિ કરી હતી. (એજન્સી)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત