વેપાર અને વાણિજ્ય

ડૉલર સામે રૂપિયો ૩૨ પૈસાના બાઉન્સબૅક સાથે વિક્રમ નીચી સપાટીએથી પાછો ફર્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ ઉપરાંત આજે ડૉલર સામે રૂપિયા સહિતના એશિયન ચલણો સુધારાતરફી રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૩૨ પૈસાના બાઉન્સબૅક સાથે વિક્રમ નીચી સપાટીએથી પાછો ફર્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારો તેમ જ ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી રહી હોવાથી અને ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગઈકાલે ધુળેટી નિમિત્તે સ્થાનિક ફોરેક્સ માર્કેટ અને ઈક્વિટી માર્કેટ બંધ રહ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૩.૬૧ની ઐતિહાસિક નીચી સપાટીના બંધ સામે મજબૂત અન્ડરટોને ૮૩.૩૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં ૮૩.૨૬ અને નીચામાં ૮૩.૩૭ની રેન્જમાં અથડાઈને અંતે ૩૨ પૈસાના સુધારા સાથે ૮૩.૨૯ની સપાટીએ બંધ રહ્યો હતો.

આજે ડૉલર સામે રૂપિયામાં જોવા મળેલા બાઉન્સબૅકને પગલે રિઝર્વ બૅન્કને અમુક અંશે રાહત થઈ હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળામાં ડૉલરમાં સુધારાતરફી વલણ રહેતાં રૂપિયો પુન: દબાણ હેઠળ આવી શકે છે. તેમ છતાં ભારતીય રૂપિયાને નીચા મથાળેથી એશિયન ચલણોનો ટેકો મળતો રહે તેવી શક્યતા પણ નકારી ન શકાય.

દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૨ ટકા ઘટીને ૧૦૪.૧૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ ઘટાડો આવ્યો હોવાથી રૂપિયાને ટેકો મળ્યો હતો.

જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૬૧.૬૪ પૉઈન્ટનો અને ૯૨.૦૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૩૦૯.૭૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?