PM મોદી ભાજપનો ઉમેદવાર પસંદ કરતી વખતે કઈ બાબતને આપે છે પ્રાધાન્ય? જાણો
લોકસભા ચૂંટણી 2024 માટે તમામ રાજકીય પક્ષો તેમના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. ભાજપ હોય કે કોંગ્રેસ પણ દરેક પક્ષ ઉમેદવારોને ટિકિટ આપતા અગાઉ કેટલાક ધારાધોરણોનું અચુક પાલન કરે છે. જેમ કે ભાજપે ઉમેદવારોની 6 યાદી જાહેર કરી છે અને અત્યાર સુધી કુલ 405 બેઠકો પર ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા છે.
જો કે હવે એ ચર્ચા થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી અને પીએમ મોદી કયા આધારે ઉમેદવારોની પસંદગી કરે છે? આજે આ બાબતનો ખુલાસો થયો છે. એક મીડિયા રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે PM મોદી 4 બાબતોને ધ્યાનમાં રાખીને કોઈપણ નેતાને ટિકિટ આપે છે.
આ પણ વાંચો: PM મોદી પર અપમાનજનક ટિપ્પણી બદલ આ પક્ષના નેતા પર FIR દાખલ
PM મોદી કોઈ પણ ચૂંટણી માટે ઉમેદવાર પસંદ કરતી વખતે 4 બાબતોનું ધ્યાન રાખે છે. પહેલી અને મહત્વની બાબત એ કે ઉમેદવાર લડવા સક્ષમ હોવા જોઈએ, બીજુ તે કોઈ પણ પરિસ્થિતી સામે ટકી શકે તેવો હોવો જોઈએ, ત્રીજી બાબત તે જાહેરમાં લોકો અને કાર્યકરો વચ્ચે જોવા મળતો હોય અને ચોથી વાત ઉમેદવાર લોકો માટે કામ કરી બતાવે તેવો હોય.
આ જ કારણ છે કે ભાજપે આ વખતે વરુણ ગાંધીની ટિકિટ રદ્દ કરી છે પરંતુ તેમની માતા મેનકા ગાંધીને ફરી ટિકિટ આપવામાં આવી છે. અગાઉ મીનાક્ષી લેખી અને સાધ્વી પ્રજ્ઞા જેવા સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે.
આ પણ વાંચો: પીએમ મોદીની મુલાકાતથી ખુશ ભૂતાનના યુવાનો આ શું કરી રહ્યા છે!
લોકસભા ચૂંટણીમાં ભાજપે આ વખતે બે નવા ચહેરાઓ પણ મેદાનમાં ઉતાર્યા છે. હિમાચલ પ્રદેશની મંડી સીટથી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત અને રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલને અયોધ્યાથી ટિકિટ આપી છે. આ બંને કલાકારો પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે.
કંગના રનૌત ઘણા સમયથી કેન્દ્ર સરકાર અને PM મોદીના પ્રશંસા કરી રહી છે. આવી સ્થિતિમાં તેમને ટિકિટ આપવામાં આવે તેવી અટકળો પહેલાથી જ લગાવવામાં આવી રહી હતી.
આ સાથે જ અરુણ ગોવિલને ટિકિટ આપીને ભાજપ રામમંદિરની લહેરનો ફાયદો ઉઠાવવા માંગે છે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. આ કારણે જ રાજકારણનો અનુભવ ન હોવા છતાં તેમને અયોધ્યાથી ટિકિટ આપવામાં આવી છે.