ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

એપ્રિલમાં ગ્રહોની થવા જઈ રહી છે મોટી હિલચાલ, આ છે ભાગ્યશાળી રાશિઓ…

2024નું વર્ષ જ્યોતિષશાસ્ત્રીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું રહેવાનું છે અને તમારી જાણ માટે આ મહિને અનેક મહત્ત્વના ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. દેવગુરુ બૃહસ્પતિ પણ એપ્રિલ, 2024માં ગોચર કરવા જઈ રહ્યા છે. ગુરુ એક વર્ષે રાશિ પરિવર્તન કરે છે અને તેના રાશિ પરિવર્તનની તમામ રાશિઓ પર અસર જોવા મળે છે. ગુરુ સિવાય એપ્રિલ મહિનામાં સૂર્ય, મંગળ, બુધ, શુક્ર પણ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આવો જોઈએ. એપ્રિલ મહિનામાં ક્યારે કયો ગ્રહ રાશિ પરિવર્તન કરશે અને એની કઈ કઈ રાશિના જાતકો માટે કેવી અસર જોવા મળશે…

આપણ વાંચો: આજનું રાશિફળ (25-03-24): હોળીનો તહેવાર લઈને આવશે તમારા માટે ખુશીઓનો ખજાનો…

એપ્રિલ મહિનામાં કયા કયા ગ્રહો ગોચર કરશે-

બુધ વક્રી થશે
બીજી એપ્રિલ, 2024ના સવારે 03.18 કલાકે બુધ મેષ રાશિમાં વક્રી થઈ રહ્યા છે. બુધના વક્રી થવાને કારણે મેષ, વૃષભ, મિથુન, સિંહ, ધન, મકર, કુંભ અને મીન રાશિના જાતકોને ધનલાભ થઈ રહ્યો છે અને આ રાશિના જાતકોને કરિયરમાં લાભ થઈ રહ્યો છે.

બુધ અસ્ત થશે
વક્રી થયા બાગ ચોથી એપ્રિલ, 2024ના બુધ સવારે 10.36 કલાકે મેષ રાશિમાં જ અસ્ત થશે. બૂધ અસ્ત થઈને કેટલીક રાશિના જાતકોને ભય, એકાગ્રતાનો અભાવ જોવા મળશે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોને સમસ્યા સતાવી શકે છે.

બુધ ગોચર કરશે
નવી એપ્રિલના દિવસે બુધ રાતે 9.22 કલાકે મીન રાશિમાં ગોચર કરશે અને 10મી મે સુધી મીન રાશિમાં જ બિરાજમાન રહેશે જેની તમામ રાશિના જાતકો પર સારી અસર જોવા મળશે.

સૂર્યનું ગોચર થશે
13મી એપ્રિલ, 2024ના રાતે 9.15 કલાકે ગ્રહોના રાજા સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે અને 14મી મે સુધી મેષ રાશિમાં રહેશે. જેને કારણે મેષ રાશિમાં ગુરુ અને સૂર્યની યુતિ થઈ રહી છે. જેને કારણે મેષ અને વૃષભ સહિત અમુક રાશિઓ માટે લાભદાયી રહેશે. આ લોકોને ધન, દૌલત અને ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ રહી છે.

મંગળ ગોચર પણ થશે
23મી એપ્રિલના દિવસે રાતે 8.52 કલાકે લાલ ગ્રહ તરીકે ઓળખાતો મંગળ ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે. જેને કારણે મીન રાશિમાં મંગળ, બુધ અને રાહુની યુતિ બની રહી છે.

ગ્રહોના સેનાપતિ શુક્રનું ગોચર
25મી એપ્રિલ, 2024ના ગ્રહોના સેનાપતિ શુક્ર પણ બપોરે 12.07 કલાકે ગોચર કરી રહ્યા છે. શુક્ર ગોચર કરીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગોચરથી ધન, ઐશ્વર્ય, વિલાસિતા અને પ્રેમના કારક માનવામાં આવે છે.

આ છે એપ્રિલની ભાગ્યશાળી રાશિઓ…

એપ્રિલ મહિનામાં અનેક મોટા ગ્રહો પરિવર્તન કરી રહ્યા છે અને એની મેષથી મીન સુધીની તમામ રાશિઓ પર અસર જોવા મળશે. જ્યારે મેષ, વૃષભ, મિથુન, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોને સૌથી વધુ ફાયદો થઈ હ્યો છે. આ રાશિના જાતકોના અટકી પડેલાં કામ થઈ રહ્યા છે. નોકરીમાં પ્રમોશન થશે. વેપારમાં લાભ થવાની સાથે સાથે કામના પણ વખાણ થઈ શકે છે. આવકમાં વૃદ્ધિ થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button