મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર કોંક્રિટીકરણઃ સ્થાનિકોના આરોગ્ય પર તોળાતું સંકટ અને
મુંબઈ: ઉનાળો શરૂ થતાં મુંબઈ અને તેના ઉપનગરોમાં હવાના પ્રદૂષણમાં આંશિક રીતે ઘટાડો આવ્યો છે. મુંબઈમાં હવામાં પ્રદૂષણ ઘટાડવા માટે અનેક બાંધકામો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હવે પ્રદૂષણ ઓછું થતાં આ બાંધકામોને ફરી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ બાંધકામમાં મુંબઈ-અમદાવાદ હાઇ-વેનું કોંક્રીટીકરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જરુરી કામગીરી પાર પાડવા માટે પ્રશાસન દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યા છે, જેથી આરોગ્ય પર સંકટ તોળાઈ રહ્યું છે, એમ સ્થાનિકોએ દાવો કર્યો હતો.
નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) દ્વારા હાથ ધરવામાં આવેલા મુંબઈ-અમદાવાદ હાઈ-વેના કામકાજને લીધે આસપાસના વિસ્તારમાં ધૂળનું સામ્રાજ્ય નિર્માણ થયું છે જેને લીધે નાગરિકોને ગૂંગળામણનું પ્રમાણ વધ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઇ-વે પર ફેલાયેલા ધૂળનાં સામ્રાજ્યને લીધે લોકોનાં સ્વાસ્થ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે, પરંતુ આ મુદ્દે હાઈ-વે પ્રશાસનના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.
આપણ વાંચો: મુંબઈ-અમદાવાદ હાઇવે પર સંતરા ભરેલી ટ્રક પલટી, ટ્રાફિક સર્જાયો
મુંબઈ-અમદાવાદ હાઇવે પર કોંક્રીટીકરણનાં કામકાજ માટે રસ્તાની આસપાસ માટી અને સિમેન્ટ-કોંક્રીટનાં ઢગલા કરવામાં આવ્યા છે. આ માટી અને સિમેન્ટ-કોંક્રીટનાં ઢગલાને લીધે વિસ્તાર અને હાઇ-વે પર ધૂળનાં રજકણો હવામાં ભળી ગયા છે, જેને લીધે નાગરિકોમાં શ્વાસને લગતી બીમારીનાં કેસમાં વધારો આવ્યો છે.
મુંબઈ-અમદાવાદ હાઇ-વેની આસપાસનાં પરિસરમાં અનેક ગામ અને હોટેલ આવેલી છે. હાઇ-વે પરનાં કામને લીધે ધૂળ અને માટી હવામાં ફેલાતા અહીના લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે અને તેમને નુકસાન પણ થઈ રહ્યું છે, એવું સ્થાનિકોનું માનવું છે. હાઇ-વે પર ધૂળ-માટીને લીધે હોટેલમાં ગ્રાહકોની સંખ્યા ઓછી થઈ છે અને ધૂળને લીધે માર્ગમાં વિઝિબિલિટી પણ ઓછી થતાં અનેક અકસ્માત થયા હોવના પણ અહેવાલ સામે આવ્યા છે.
2023માં એનએચએઆઈ દ્વારા મુંબઈ-અમદાવાદ હાઇવેનું કોંક્રીટીકરણના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. 600 કરોડ રૂપિયાનાં ખર્ચે આ હાઇ-વેનું સમારકામ કર્યું છે અને હવે તે લગભગ પૂર્ણ થવાનું છે, પણ સમારકામ કરવામાં અધિકારીઓ અને કોન્ટ્રેક્ટરની બેદરકારીને લીધે લોકોનાં સ્વાસ્થ્યનો પ્રશ્ન નિર્માણ થયો છે. હાઇવેનાં કામને કારણે સમસ્યામાં ફસાયેલા લોકોએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે અને હાઇવે પર ટુ-વ્હીલર ચાલકને પણ ધૂળને લીધે વાહન ચલાવવામાં મુશ્કેલી નિર્માણ થઈ રહી છે.
હાઇ-વે પરિસરમાં ફેલાયેલી ધૂળને લીધે હોટેલ ચાલકો સાથે સ્થાનિક નાગરિકો પર તેમના ઘર અને હોટેલનાં બારી-બારણાં આખા દિવસ બંધ રાખવાની નોબત આવી છે. આ વિસ્તારમાં સિમેન્ટ પણ હવામાં ભળી જતાં મોટા પ્રમાણમાં વાયુ પ્રદૂષણ થઈ રહ્યું છે જેને લીધે નાગરિકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ, સ્કીન એલર્જી અને ઉધરસ જેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણને લીધે પ્રશાસન હવે આ બાબતે પગલાં ક્યારે લેશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે.