આપણું ગુજરાત

વસોયા-માંડવિયાના ફોટો સાથે ધોરાજીમાં Poster War, ‘આયાતી ઉમેદવાર…એ કોણ’ ના લાગ્યા બેનર

રાજકોટ: લોકસભાની ચૂંટણીઓને (Loksabha Election 2024) જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય માહોલ પણ ગરમ થતો જાય છે. વડોદરા બાદ લોકસભાની પોરબંદર બેઠક (Porbandar Loksabha Seat) ને લઈને પણ ધોરાજીમાં પોસ્ટર વોર (Dhoraji Poster War) શરૂ થયું છે. આ પોસ્ટરમાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) અને કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયા (Lalit Vasoya) ના ફોટો સાથે ગુજરાતી ભાષામાં લખાણ લખવામાં આવ્યું છે.

બંને નેતાઓના ફોટા સાથે લાગેલા આ બેનરમાં લખવામાં આવ્યું છે કે,

આપનું કામ આવતા પાંચ વર્ષ કોણ કરી શકશે
પોરબંદર લોકસભામાં નહીં ફાવે આયાતી ઉમેદવાર…એ કોણ
પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર…એ કોણ
મતદારો ની વચ્ચે આવતા પાંચ વરસ રહશે…એ કોણ

આ બેનરમાં જોવા મળે છે કે વિરોધ કરનાર લોકોએ સ્થાનિક ઉમેદવારની માંગ કરી છે. અને સવાલો કરી રહ્યા છે કે આગામી પાંચ વર્ષ સુધી મતદારો સાથે અહી કોણ રહેશે? તેમાં તેવું પણ લખવામાં આવ્યું છે કે આયાતી ઉમેદવાર પોરબંદર લોકસભાને નહીં ફાવે!

આપણ વાંચો: લોકસભાની ચૂંટણી: ઈલેક્શન સ્ટાફને મળશે કેશલેસ મેડિકલ સુવિધા

જો કે, આ બેનરો રાજકોટ જિલ્લાના ધોરાજી ગામે લાગ્યા છે. જે પોરબંદર લોકસભાના કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાનું હોમ ટાઉન છે. આપને જણાવી દઈએ કે લલિત વસોયા અગાઉ ધોરાજીના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. હવે તેના જ હોમ ટાઉનમાં આવા બેનર લગતા લોકસભાની પોરબંદર બેઠક પર રાજકારણ ગરમાયું છે.

ભાજપના ઉમેદવારની વાત કરીએ તો અગાઉના સાંસદ રમેશ ધડુકને રિપીટ નહીં કરીને કેન્દ્રમાં આરોગ્ય પ્રધાન રહી ચૂકેલા મનસુખ માંડવિયાને પોરબંદર બેઠક પરથી મેદાને ઉતાર્યા છે. આપને જણાવી દઈએ કે વડોદરામાં પોસ્ટર વાર શરૂ થતાં રંજનબેન ભટ્ટે ‘સ્વેચ્છા’એ ચૂંટણી નહીં લડવાનું જાહેર કર્યું હતું. જ્યારે પોરબંદરની બેઠક પર પણ પોસ્ટર વોર શરૂ થતાં જ રાજકીય માહોલનો પારો આસમાને છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button