પહેલી એપ્રિલથી બંધ થઈ જશે 100 રૂપિયાની નોટ? RBIએ કરી આવી સ્પષ્ટતા…

Reserve Bank Of India દ્વારા 100 રૂપિયાની નોટ બંધ કરવામાં આવી રહી હોવાના મેસેજ સોસિયલ મીડિયા પર ફરી રહ્યા છે. સોશિયલ મીડિયા વાઈરલ થઈ રહેલાં આ મેસેજમાં RBIનો હવાલો આપીને એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે 31મી માર્ચ, 2024 સુધી આ 100 રૂપિયાની નોટ બદલાવી શકાય છે. ત્યાર બાદ તેની કાનૂની માન્યતા રદ થઈ જશે અને કોઈ પણ જગ્યાએ આ નોટ નહીં ચાલે.
આ પણ વાંચો: એપ્રિલ મહિનામાં બેંકોના કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? પહેલાં આ વાંચી લો…
સોશિયલ મીજિયા પ્લેટફોર્મ એક્સ પર @nawababrar131 નામના એકાઉન્ટ પરથી ગયા વર્ષે એટલે કે 20મી ડિસેમ્બર, 2023ના એક પોસ્ટ કરવામાં આવી હતી. હવે આ પોસ્ટમાં 100 રૂપિયાની નોટનો ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં જ 100 રૂપિયાની જૂની નોટ ચલણમાંથી બહાર કરવામાં આવશે અને એનો એક ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આ નોટ અમાન્ય ગણાશે એવું પણ જણાવવામાં આવ્યું છે. આરબીઆઈ દ્વારા નોટ બદલાવવા માચે 31મી માર્ચ, 2024ની અંતિમ તારીખ પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો: પહેલી એપ્રિલથી Railway કરવા જઈ રહી છે Important Change, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
મળી રહેલી માહિતી પ્રમાણે ફેક્ટ ચેકમાં જ્યારે આ અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે આ દાવો તદ્દન બોગસ છે અને એમાં કોઈ કોઈ સચ્ચાઈ નથી. સરકાર કે RBI દ્વારા કોઈ સર્ક્યુલેશન પણ નથી બહાર પાડજવામાં આવ્યું. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 100 રૂપિયાની જૂની બંધ થવાની છે.
જ્યારે તમે ખૂદ આ વાઈરલ દાવાની સચ્ચાઈ તપાસવા આ સંબંધિત કોઈ પણ સમાચાર બીજી કોઈ વેબસાઈટ પર જોવા મળ્યા નહોતા. બાદમાં જ્યારે RBIની ઓફિશિયલ વેબસાઈટ ચેક કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મુંબઈગરાને મળશે મફતમાં વૈદ્યકીય સારવારઃ એપ્રિલથી મુંબઈમાં ‘ઝીરો પ્રિસ્ક્રિપ્શન’ યોજના અમલમાં
RBIએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર પણ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમને ખુદને નથી ખ્યાલ કે આ સમાચાર ક્યાંથી આવ્યા અને કઈ રીતે વાઈરલ થવા લાગ્યા. 19મી જુલાઈ, 2018ની એક પોસ્ટ વાઈરલ થઈ રહી, જેમાં 100 રૂપિયાની નોટનો ફોટ પણ વાઈરલ થઈ રહ્યો છે. આરબીઆઈ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે જૂની નોટો ચલણમાં રહેશે અને સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ સમાચાર તદ્દન ખોટા અને બનાવટી છે.