કોંગ્રેસે તેના ઉમેદવારોની છઠ્ઠી યાદી કરી જાહેર , જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ
લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે સોમવારે (25 માર્ચ, 2024) ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે હોળીના દિવસે આવેલી આ યાદીમાં કુલ પાંચ નામ છે, જેમાંથી ચાર રાજસ્થાનના છે, જ્યારે એક તમિલનાડુનું છે.
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં એ પણ જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તમિલનાડુ વિધાનસભા સીટ નંબર 233 વિલ્વનકોડથી પેટાચૂંટણીમાં ડો. થરહાઈ કુથબર્ટની ઉમેદવારીને મંજૂરી આપી દીધી છે.
આપણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસે આ 7 સીટના ઉમેદવારો કર્યા ફાઈનલ? પ્રચાર અભિયાન શરૂ કરવાની આપી સૂચના
કોંગ્રેસે અગાઉ રવિવારે (24 માર્ચ, 2024) ત્રણ ઉમેદવારોની પાંચમી યાદી બહાર જાહેર કરી હતી. આ યાદીમાં ત્રણેય નામ રાજસ્થાન (ચંદ્રપુર, જયપુર અને દૌસા)ના હતા. કોંગ્રેસે જયપુર બેઠક પરથી તેના જાહેર કરાયેલા ઉમેદવાર સુનિલ શર્માને હટાવીને પૂર્વ મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસને મેદાનમાં ઉતાર્યા છે. નવા ચહેરા સુનીલ શર્માના વિવાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસને નિશાન બનાવનારા ‘જયપુર ડાયલોગ’ સાથે સુનીલ શર્મા સાથે તેમના કથિત જોડાણ હતું જેના તેઓ કારણે વિવાદમાં આવ્યા હતા.
કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) એ 23 માર્ચે તેની ચોથી યાદી હેઠળ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં યુપીના નવ ઉમેદવારોના નામ હતા. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાય ફરી વારાણસીથી પીએમ નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડશે, જ્યારે રાષ્ટ્રીય પ્રવક્તા અખિલેશ પ્રતાપ સિંહ દેવરિયાથી ચૂંટણી લડશે, વરિષ્ઠ નેતા પી.એલ. પુનિયાના પુત્ર તનુજ પુનિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.