કોંગ્રેસે જયપુરના ઉમેદવાર બદલ્યા, સુનીલ શર્મા પાસેથી ટિકિટ છીનવાઈ, કોને મળી તક? જાણો
લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ હોય કોંગ્રેસ તેમની સામે એક મોટી સમસ્યા સર્જાઈ છે. આ પાર્ટીઓએ તેમના પૂર્વે જાહેર કરાયેલા ઉમેદવારો બદલવાની ફરજ પડી રહી છે. ગુજરાતમાં ભાજપે વડોદરા અને સાંબરકાંઠાના બે ઉમેદવારોના ઈન્કાર બાદ અંતે ચૂંટણી પાંછી ખેંચવી પડી છે. તે જ પ્રકારે રાજસ્થાનમાં પણ ભાજપે જયપુર સીટના ઉમેદવાર બદલવાની પરિસ્થિતી સર્જાઈ છે.
આ પણ વાંચો: ભાજપ પછી કોંગ્રેસે યાદી જાહેર કરીઃ ત્રીજી યાદીમાં 57 ઉમેદવાર જાહેર કર્યાં
રાજસ્થાનની જયપુર શહેરી લોકસભા સીટ પર કોંગ્રેસે સુનીલ શર્માને બદલે હવે પ્રતાપ ખાચરિયાવાસને ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસ પાર્ટીએ ગયા અઠવાડિયે જયપુર શહેરથી સુનીલ શર્માને ટિકિટ આપી હતી. જોકે, આ જાહેરાત બાદ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. કોંગ્રેસ નેતા શશિ થરૂરે સુનીલ શર્માને આપવામાં આવેલી ટિકિટ પર સવાલ ઉઠાવ્યા હતા.
સુનીલ શર્મા પર એવો આરોપ છે કે તે જયપુર ડાયલોગ સાથે જોડાયેલા છે. જયપુર ડાયલોગના સ્થાપક ભૂતપૂર્વ IAS સંજય દીક્ષિત છે. હવે પાર્ટી હાઈકમાન્ડે ટિકિટ વહેંચણીનો નિર્ણય તાત્કાલિક બદલીને પ્રતાપ ખાચરિયાવાસને ઉમેદવાર જાહેર કરવા પડ્યા છે. ઉલ્લેખનિય છે કે જયપુર ડાયલોગ દરમિયાન રાહુલ ગાંધી પર ઘણી વખત અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જયપુર ડાયલોગને હિંદુ વિચારોને પ્રોત્સાહન આપવાનું પ્લેટફોર્મ માનવામાં આવે છે.
આ પણ વાંચો: ચૂંટણી સંગ્રામ પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસે હથિયાર મૂકી દીધા? દિગ્ગજ નેતાઓએ કહ્યું, ‘અમે ચૂંટણી નહીં લડીએ…’
કોંગ્રેસે સુનીલ શર્માને ટિકિટ આપ્યા બાદ સોશિયલ મીડિયા પર હોબાળો શરૂ થયો હતો. આખરે કોંગ્રેસે સુનીલ શર્માને ટિકિટ પરત કરવા કહ્યું અને હવે કોંગ્રેસના નેતા પ્રતાપ ખાચરીયાવાસને ટિકિટ આપવામાં આવી છે.જોકે સુનીલ શર્માએ કહ્યું કે તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘તે નહેરુ અને ગાંધી ફિલસૂફીમાં માને છે. પરંતુ જ્યારે આક્ષેપો થયા તો તેમણે ટિકિટ પરત આપી દીધી હતી.’
આ મુદ્દે પ્રતાપ ખાચરિયાવાસએ જણાવ્યું હતું કે તેમણે પાર્ટી પાસે ટિકિટ ન માંગી હોવા છતાં અચાનક પક્ષે ચૂંટણી લડવાનું કહ્યું છે પરંતુ તે હાઈકમાન્ડના આદેશનું પાલન કરશે. તેમણે તે પણ કહ્યું કે તેમની પાસે ચૂંટણી લડવા જેટલા પૈસા પણ નથી, પ્રતાપસિંહ એકલો છે, તેમ છતાં તે સંપુર્ણ તાકાતથી લડશે.