ઉત્સવ

ખારેકે ભેંસ આપી અને ખારેક જ દૂધ લઇ ગઈ!

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

કચ્છનાં કંઠી વિસ્તારનું પંખીનાં માળા જેવડું એક નાનું સરખું ગામડું – ઝરપરા. ગ્રામજનો થોડી ઘણી ખેતી અને બાકીના સમયમાં મજૂરી કરે. મુન્દ્રા તાલુકાના ખોબા જેવડા આ ગામમાં ગોવિંદ નામનો બાગાયતી ખેતી કરતો એક ખેડૂત રહેતો હતો. ધર્મપત્ની ગંગા અને બંને પુત્રો રાયદે અને શામરા સાથે પરિવાર સંપીને રહે. વાડીમાં થોડા ખારેકના ઝાડ, બાકી થોડો પાક થાય. ગોવિંદનું ગુજરાન માંડ માંડ ચાલે. એક દિવસે ગંગાએ ગોવિંદને કહ્યું, સાંભળતો ! ‘આપણે એક ભેંસ ખરીદીએ તો?’, ‘ગાંડી તો નથી થઈ ગઈ ને?’ ગંગાની વાત સાંભળી ગોવિંદે જવાબ આપ્યો. ‘ભેંસ તો પંદર-વીસ હજારમાં આવે. આપણે એટલા પૈસા કયાંથી કાઢીએ?’, ગંગા કહે, ‘એનો રસ્તો હું બતાવું. જુઓ આપણી ખારેક પાંચ હજારની થાય છે. ત્રણ વર્ષ સુધીનો બગીચો વેંચી નાખીએ. દલાલ આપણને પંદર હજાર અપાવી દેશે.’ ગોવિંદ ગંગાની વાત માન્યો, બગીચો વેંચાયો, પૈસા મળ્યા અને પછી ખરીદી કાળી, કુંઢી, મતારી, જાણે પદમણી જેવી રૂપાળી ભેંસ, રૂપિયા આપ્યા હતા પૂરા પંદર હજાર. ભેંસ આવી, ખીલે બંધાણી અને આંગણું શોભવા લાગ્યું, રાયદે અને શામરો તો નાચવા લાગ્યા. આપણે ભેંસ લીધી, ભેંસ હવે દૂધ આપશે. શામરો પૂછે છે, ‘મા આપણને ભેંસ કોણે આપી?’ માએ કહ્યું, ‘ખારેકે આપણને ભેંસ આપી.’ રાયદે કહે, ‘કેવી રીતે?’ ગંગા બોલી, ‘જુઓ બેટા, આપણે ખારેકનો બગીચો વેંચ્યો, તેમાંથી રૂપિયા આવ્યા અને એની ભેંસ લીધી, તો ખારેક જ આપણને ભેંસ આપી ગણાય ને?’

થોડા દિવસ થયા, ભેંસ વિયાણી, નવચંદરવી પાડી આવી. રાયદે અને શામરો તો રાજીનાં રેડ થઈ ગયા. નાચીનાચીને કહેવા લાગ્યા. ‘પાડી આવી, દૂધ લઈ આવી.’ ભેંસને દોહવામાં આવી દૂધની તાંબડી ભરાઈ ગઈ.

પછી જેઠ મહિનો આવ્યો. ગોવિંદ વિચારે છે કે અંધારિયામાં વરસાદ આવશે ? પણ ! આ શું? હજુ આર્દા નક્ષત્ર પણ નથી આવ્યો અને અજવાળિયામાં જ વરસાદ ? મેઘગર્જના થઈ, વીજળી ઝબૂક-ઝબુક ઝળકવા લાગી. વરસાદનું જોર વધતું જતું હતું. વૃક્ષો વેરણછેરણ થવા લાગ્યા, ખેડૂતોનો ઉત્સાહ ઓસરતો હતો. ગોવિંદના બગીચાનું સારામાં સારું ખારેકનું મીઠું ઝાડ પવનના જોરે પડી ગયું. ગોવિંદને દુ:ખ લાગ્યું. ગંગા કહે હવે પંદર હજાર કેમ ભરાશે ? થોડી વારમાં તો ખારેકનાં બધાં જ વૃક્ષો ગોવિંદ સામે જોઈ જોઈ સૂઈ ગયા.

ગોવિંદ ઘરની બહાર નિકળ્યો ત્યાં તો ખારેકનું છેલ્લો એક વૃક્ષ બાકી હતો તે પણ ભેંસ પર તૂટી પડ્યો. ઝાડ પડતા ભેંસની રાડ સંભળાઈ અને થોડી વારમાં તરફડી મૃત્યુ પામી. પાડી છૂટી થઈ ગઈ, દોડાદોડ કરવા લાગી. ગંગાની તો કાળી ચીસ નીકળી ગઈ! કુદરતે જે મનુષ્ય જીવન પર હાસ્ય વેર્યું હતું તે ખુબ જોખમી હતું. અંતરાલ બાદ બધું શમી ગયું. સંધ્યા ટાણે અહિયાં ત્યાંથી ગંગાએ બળતણ ભેગું કરી ચૂલો સળગાવ્યો અને ખીચડી રાંધી. પણ આ વખતે બાળકો માટે ખીચડીમાં નાખવા દૂધ ન હતું ત્યારે પુત્ર શામરાની દૂધ માટે જીદ વધી ગઈ. ત્યારે ગંગા બોલી, ‘બેટા! દૂધ તો ખારેક લઇ ગઈ!’ ૧૯૯૮ વાવાઝોડાની આ વાર્તા ઝરપરા વતની અશાનંદભાઈ ગઢવીએ લખેલી.

ભાવાનુવાદ: કચ્છ જે કંઠી વિસ્તારજો પખીજે મારે જિતરો નિંઢો હિકડો ગામડ઼ો – ઝરપરા. ગામજા માડૂ નિંઢી- વિડી ખેતી કરે નેં બાકીજે સમોમેં મજૂરી. મુનરે તાલુકેજે ખોબલે જેડ઼ે ગોઠમેં ગોવિંધ નાંલે બાગાયત ખેતી કરીંધો હિકડ઼ો ખેડૂત રોંધો હો. ઘરવારી ગંગા નેં બો પુતર રાયદે નેં શામરો ભેરો પરિવાર સંપીને રે. વાડ઼ીમેં થોરા – જજા ખારેકજા જાડ઼, ને બ્યો પ થોરો પાક થિએ. ગોવિંદજો ગુજરાન મડમડ હલે. હિકડ઼ો ડીં ગંગા ગોવિંધકે ચેતિ, સોંણતા! પાં હક્ડી મે ખરિધિયું ત?’, ચરઇ ત નાય થિઈ વિઈ ને?’ ગંગાજી ગ઼ાલ સોણી ગોવિંધ જવાબ ડેતો. મે ત પનરો – વી હજારમેં અચે. પાં ઇતરા રૂપિયા કિતાનું કઢંધાસિ?’, ગંગા ચેતિ, ઇનજો રસ્તો આઉં વતાઇયાતિ. નેરો પાંજી ખારેક પંજ હજારજી થિએતિ. ત્રે વરેલા બગ઼ીચો વિકી ડ્યો. ધલાલ પાંકે પનરો હજાર ત ડિઇ જ ડીંધો.’ ગોવિંદ ગંગાજી ગ઼ાલ મન્યો, બગીચો વકાણો, પૈસા જુડ઼યા નેં આવઇ કારી, કુંઢી, મતારી, જકાં પધમણી જેડ઼ી રૂપારી મે, રૂપિયા ડનાં હોઆ પૂરા પનરો હજાર. મે આવઇ, ખીલે તે બંધાણી નેં અંઙણજી શોભા વિધી વિઇ, રાયદે નેં શામરો ત નચેલા મંઢાણા. અંસિ મે ગ઼િડ઼ી, મે હાંણે મે ડૂધ ડીંધી. શામરો પુછેતો, મા પાંકે મે કેર ડિનેં?’ મા ચેતિ, ખારેક પાંકે મે ડિને.’ રાયદે બોલ્યો, કેડ઼ી રીતે?’ ગંગા બોલી, સોણ બેટા, પાં ખારેકજો બગીચો વિક્યો, તેં મિંજાનું રૂપિયા આયા નેં તેંજી મે આવઇ, ત ખારેક જ઼ પાંકે મે ડિનેંને?’

થોરા ડીં થ્યા, મે વિયાણી, નિમણી પાડી આવઇ. રાયદે નેં શામરો ત રાજીજા રેડ઼ થિઈ વ્યા. નચિનચિનેં ચેલા મિંઢાણા. ‘પાડી આવઇ, ડૂધ ગ઼િની આવઇ.’ મે કે ડોયમેં આવઇ, ડૂધજી ત સજી તાંબડ઼ી ભરાજી વિઈ.

પોય જેઠ મેણો આયો. ગોવિંદ તો વિચારે ક હી અંધારી તિથિમેં મીં અચીંધો? પ! હી કુરો? અનાં આધિ નછત્ર પ નાય આયો નેં અજવારેમેં જ મીં? ગજણ ગાજેતાં, વિજડ઼ી ઝબૂક ઝબુક ઝરકેતિ. મીં જો જોર વધંધો વિનંધો હો. જાડ઼ વેરણ છેરણ થેલા મંડ્યા, ખેડૂતેજો ઉત્સાહ ઓસરધો હો. ગોવિંધજે બગીચેજો ખાસેમેં ખાસો ખારેકજો મિઠો જાડ઼ પવનજે જોરે છણી પ્યો. ગોવિંદ ત ગ઼ચ ડૂખાણો. ગંગા ચે હાંણે પનરો હજાર કીં ભરાંધા? થોરી વારમેં ત ખારેકજા મિડ઼ે જાડ઼ ગોવિંદ સામે જ સૂમી રયા.

ગોવિંદ ઘરજી બારા નિકર્યો નેં ખારેકજો છેલો હિકડ઼ો જાડ઼ બાકી વો ઇ પ મે તે તૂટી પ્યો. ખારેક છણંધે જ મેજી ચીસ સોણાણી નેં તેરંઇ તરફડ઼ીને મે મરી વિઇ. પાડી છુટી વિઇ, હિતહુતે ધોડ઼ેલા મંઢાણી. હી ન્યારેનેં ગંગા ત કારી ચીસ વિઞે! કુદરત જુકો માડૂએંતે ખિલ વેરે વેં ઉ ગ઼ચ મુસિબત ગ઼િનીને આયો હો. થોરે વખત પૂંઠીયા મિડ઼ે શાંત થિઇ વ્યો. સાંજી ટાંણે ગંગા બડ઼તણ ભેરો ક્યો ને ચૂલ બારે નેં ખીચડ઼ી રંધે. પ હિન વખતે બારેલા ખીચડીમેં વજેલા ડૂધ ન હો ઇતરે શામરો ડૂધ જિધ કરેતો. તેર ગંગા ચેતી, બેટા! ડૂધ ત ખારેક ખણી વિઈ!’ ૧૯૯૮ જે વાવાજોડ઼ાજી હી વારતા ઝરપરાજા વતની અશાનંદભા ગઢવી લખલ હુઇ. ‘ઝરપરા ગ્રામાયણ’ જો લેખન, સંશોધન – સંપાદન કરીંધલ અશાનંદભાજો સાહિત્ય તીં ગામજે વિકાસજે માટે નોંધપાત્ર ફાડ઼ો રયો આય. ઇનીજી સેવા – નિષ્ઠાકે વંદન કરીંધે હી કચ્છી ભાવાનુવાદ ઇનીકે સસ્નેહ અર્પણ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત