આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), રવિવાર, તા. ૨૪-૩-૨૦૨૪ હોલિકાદહન,
વાર અને નક્ષત્ર મુજબ ભગવાન સૂર્યનારાયણની પૂજાનો શ્રેષ્ઠ યોગ
ભારતીય દિનાંક ૪, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૧૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૨મો મોહોર, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૪થો શહેરેવર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૩મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૫મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાફાલ્ગુની સવારે ક. ૦૭-૩૩ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં બપોરે ક. ૧૪-૧૯ સુધી, પછી ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ). ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૧, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૧, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: સવારે ક.૧૧-૪૮,મધ્યરાત્રે ક.૦૦-૦૭,ઓટ:બપોરે ક.૧૭-૩૮,મધ્યરાત્રિ પછી ક.૦૬-૦૪(તા. ૨૫)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ફાગણ શુક્લ – ચતુર્દશી. વ્રતની પૂનમ, હુતાશની પૂર્ણિમા, હોલિકાદહન, ભદ્રા સવારે ક. ૦૯-૫૬થી રાત્રે ક. ૨૩-૧૪.
શુભાશુભ દિનશુદ્ધિ: સાંસારિક શુભ કાર્ય વર્જ્ય છે. ધર્મકાર્યોનો શ્રેષ્ઠ પર્વ પવિત્ર અવસર.
મુહૂર્ત વિશેષ: ભગવાન શ્રી સૂર્યનારાયણનું પૂજન, ગાયત્રીમાતાનું પૂજન, જાપ, હવન, અર્યમા દેવતાનું પૂજન, નદી-સંગમ તીર્થમાં સ્નાન, દાન, જપ, પિતૃ પૂજન, તર્પણ, બ્રાહ્મણ દ્વારા શ્રી વિનાયક પૂજા, શિવ પરિવાર પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન-કથા વાંચન. તુલસી પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્ર પાઠ વાંચન, શ્રીસુક્ત-પુરુષસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, ભગવાનને કમળનું પુષ્પ અર્પણ કરવું. વિશેષ રૂપે ધૃવદેવતાનું પૂજન, વ્રતની પૂનમનો ઉપવાસ, હોળીનો એક ટાણાનો ઉપવાસ, સાંજ પછી હોળી પૂજન પછી ભોજન કરવું. સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, મંદિરોમાં પાટ અભિષેક પૂજા, ધજા કળશ પતાકા ચઢાવવી, બગીચાનાં કામકાજ, રોપા વાવવાં, બાળકને પ્રથમ વખત હોળી દર્શન. માલ વેચવો, ખેતીવાડીનાં કામકાજ, નિત્ય થતાં પશુ લેવડ-દેવડ, સ્થાવર લેવડદેવડનાં કામકાજ, શનિ દેવતાનું પૂજન, જાપ, ખાખરા (પારિજાત)ના વૃક્ષનું પૂજન, પારિજાતનાં પુષ્પના ધુળેટીનાં રંગનો મહિમા છે. હોળી પર્વ પૂજા નિમિત્તે નવાં વસ્ત્રો, આભૂષણ, મહેંદી લગાવવી, મિત્રતા કરવી.
અગત્યનું: એક શાસ્ત્રીય અભ્યાસ મુજબ હોળી પ્રગટાવવા, પૂજન સમય માટે પ્રદોષ પછી રાત્રિની વિષ્ટિસ્દોષ ગ્રાહ્ય નથી. સંધ્યા, પ્રદોષ સમય સાંજે ક.૧૮-૪૯ થી રાત્રે ૧૧.૧૪ સુધીનો સમગ્ર સમય હોળી પ્રગટાવવાં માટે શુભ છે.
આચમન: ચંદ્ર હર્ષલ ત્રિકોણ મૌલિક વિચારનાં, ચંદ્ર નેપ્ચૂન ચતુષ્કોણસંયમહીન, ગુરુ-શુક્ર અર્ધ ત્રિકોણ મળતાવડા. ખગોળ જ્યોતિષ: ચંદ્ર હર્ષલ ત્રિકોણ, ચંદ્ર નેપચ્યન ચતુષ્કોણ, ગુરુ-શુક્ર અર્ધ ત્રિકોણ. ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), સોમવાર, તા. ૨૫-૩-૨૦૨૪ ધુળેટી, માંદ્ય ચંદ્રગ્રહણ (ભારતમાં નહીં દેખાય).
ભારતીય દિનાંક ૫, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૧૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૧૫
પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૩મો તીર, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૪મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૬મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની સવારે ક. ૧૦-૩૭ સુધી, પછી હસ્ત.
ચંદ્ર ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૦, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૧, સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી: બપોરેે ક.૧૨-૧૯, મધ્યરાત્રે ક.૦૦-૨૯.
ઓટ: સાંજે ક.૧૮-૦૬,મધ્યરાત્રિ પછી ક.૦૬-૨૭(તા. ૨૬).
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ફાગણ શુક્લ – પૂર્ણિમા. ધુળેટી, ધુલિવંદના, હોલાષ્ટક સમાપ્તિ બપોરે ક. ૧૨-૩૧, અભ્યંગસ્નાન, અન્વાધાન, મન્વાદિ, કરીદિન, શ્રી ચૈતન્ય જયંતી, માંદ્ય ચંદ્રગ્રહણ (ભારતમાં નહીં દેખાય). બુધ મેષમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૭ (તા. ૨૬)
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: તર્પણ શ્રાદ્ધ,શ્રીસૂર્ય-ચંદ્ર પૂજન, શિવ પૂજન, અયર્ર્મા-ધૃવદેવતાનું પૂજન, ગંગા , ગોદાવરી, નર્મદા આદિ તીર્થમાં સ્નાન, દાન, જપ, પિતૃ પૂજન, તર્પણ શ્રાદ્ધ, જુઇનાં પુષ્પથી શવ પરિવાર પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન-કથા વાંચન. તુલસી પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્ર પાઠ વાંચન, શ્રીસુક્ત-પુરુષસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, મંદિરોમાં પાટ અભિષેક પૂજા, ધજા કળશ પતાકા ચઢાવવી, બુધ મેષ રાશિમાં તા.૯ એપ્રિલ સુધી રહે છે. સોનું, ચાંદી વગેરે ધાતું, મગ, ઝવેરાત, ઘઉં, જવ, ચણા વગેરેમાં તેજી. રસાદિ પદાર્થ ઘી, ગોળ. ખાંડ, તેલ, તલ, સરસવ, રૂ, કપાસ, વગેરેમાં મંદી આવશે. કેટલેક ઠેકાણે પશુઓમાં રોગચાળો દેખાશે. છાયા ચંદ્ર ગ્રહણ: ક્ધયા રાશિમાં થનાર ચંદ્ર ગ્રહણ ભારતમાં, મુંબઇમા દેખાવાનું ન હોઇ ધાર્મિક નિયમ પાળવાનાં આવશ્યક નથી. ભારતીય સમય મુજબ ગ્રહણ સ્પર્શ સવારે ક.૧૦-૨૩, મોક્ષ બપોરે ક.૧૫-૦૨ છે. ગ્રહણ પેસિફિક એટલાંટિક, આર્કટિક એન્ટાર્કટિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઇસ્ટ એશિયા, પશ્ર્ચિમ દક્ષિણ યુરોપ, નોર્થ અમેરિકા, ઇસ્ટ એશિયા માંથી દેખાશે. આચમન: સૂર્ય-ચંદ્ર પ્રતિયુતિ સામાન્ય વહેવારમાં મુશ્કેલી પડે. ખગોળ જ્યોતિષ: સૂર્ય-ચંદ્ર પ્રતિયુતિ. ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-મીન/મેષ, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.