આ અભિનેત્રીએ ફેન્સને પૂછ્યું કે હું રાજકારણમાં જોડાઉ કે નહીં..
બોલિવુડની સ્ટાઇલ આઇકોન ગણાતી ઉર્વશી રૌતેલાની ડ્રેસિંગ સેન્સ અને સુંદરતાના લોકો દિવાના છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી હોય છે. બર્થડેનો ગોલ્ડ કેક હોય કે પછી કરોડોની કિંમતનો ડ્રેસ, ઉર્વશી તેની ફિલ્મો કરતા તેની અલ્ટ્રા લક્ઝરી લાઇફસ્ટાઇલ માટે વધુ જાણીતી છે. હાલમાં જ તેના એક નિવેદનની ચર્ચા થઇ રહી છે. આ નિવેદનમાં તેણે રાજકારણમાં આવવાના સંકેત આપ્યા છે. અભિનેત્રી જણાવે છે કે તેને રાજકારણમાં આવવા માટે ઓફર મળી છે. તેને રાજકીય પક્ષ તરફથી ચૂંટણી લડવા માટે ટિકિટ ઓફર કરવામાં આવી છે.
જ્યારે અભિનેત્રીને આ અંગે પૂછવામાં આવ્યું કે તેને રાજકારણમાં આવવામાં રસ છે? ત્યારે તેણે જણાવ્યું હતું કે તેને ચૂંટણીમાં ઉમેદવારી માટે ટિકિટ તો મળી જ ગઇ છે, તેણે હવે નક્કી કરવાનું છે કે ચૂંટણી લડવી કે નહીં. હજી સુધી અભિનેત્રીએ નક્કી નથી કર્યું કે રાજકારણમાં જવું કે નહીં. તે તેના ફેન્સનો અભિપ્રાય જાણવા માગે છે.
ઉર્વશીના આ નિવેદન બાદ તેના ચાહકો આઘાતમાં છે અને જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જોકે, મોટા ભાગના ચાહકો એમ જણાવી રહ્યા છે કે અભિનેત્રીએ રાજકારણમાં પ્રવેશવું જોઈએ નહીં અને ફક્ત તેના કામ પર ધ્યાન આપવું જોઈએ.
એક નેટિઝને ઉર્વશીના નિવેદન પર કમેન્ટ કરી હતી કે, ‘રાખી સાવંત આના કરતા વધુ સારી દેખાવા લાગી છે.’ તો વળી અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે કમેન્ટ કરી હતી કે, ‘હવે દેશનું શું થશે?’ તો બીજા એક જણે કમેન્ટ કરી હતી કે, ‘કેટલું ફેંકે છે.’ અન્ય એક યુઝરે તો કમેન્ટમાં લખી જ દીધું હતું કે, ‘ના બેન, તું જ્યાં છે ત્યાં જ રહે. તું અભિનય જ કર.’ આવી કમેન્ટ પરથી એ સ્પષ્ટ થઇ જાય છે કે ઉર્વશીના ચાહકો તેને રાજકારણમાં નહીં પણ ફિલ્મોમાં કામ કરતી જોવા માંગે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ ઉર્વશી હની સિંહના ગીત ‘વિગ્ડિયન હિરાયન’માં પણ અદભૂત ડાન્સ મૂવ્સ બતાવતી જોવા મળી છે. ઉર્વશી પાસે હાલમાં ‘NBK109’ ફિલ્મ છે. એમાં તેની સાથે બોબી દેઓલ, દુલકર સલમાન, નંદામુરી બાલકૃષ્ણ છે. આ ઉપરાંત તે સની દેઓલ અને સંજય દત્ત સાથે ‘બાપ’ (હોલીવુડની બ્લોકબસ્ટર ‘એક્સપેન્ડેબલ્સ’ની રિમેક)માં પણ જોવા મળશે.
આ ઉપરાંત તેની પાસે ફિલ્મ ‘JNU’ પણ છે, જેમાં તે કોલેજ લીડરની ભૂમિકા ભજવતી જોવા મળશે. આ સિવાય ઉર્વશી અને યો યો હની સિંહ તેમની ‘સેકન્ડ ડોઝ’ પર કામ કરી રહ્યા છે. બંનેએ અગાઉ ઇન્ટરનેશનલ વીડિયો આલ્બમ ‘લવ ડોઝ’માં સાથે કામ કર્યું હતું,