છોટા પેકેટ બડા ધમાકા: ત્રણ વર્ષની બાળકીની ફટકાબાજી જોઈ નેટિઝન્સ થયા ઘાયલ…
IPL-2024ના શ્રીગણેશ આવતીકાલે 22મી માર્ચથી થઈ રહ્યા છે અને પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાવવાની છે. પરંતુ આઈપીએલની પૂર્વ સંધ્યાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ વીડિયોમાં ત્રણ વર્ષની બાળકી ક્રિકેટના સુંદર શોટ્સ રમતી જોવા મળી રહી છે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.
વીડિયોને ફિમેલ ક્રિકેટના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં બાળકી એકથી ચઢિયાતા એક શોટ્સ રમી રહી છે. વીડિયોની શરૂઆતમાં બાળકી એક સુંદર કવર ડ્રાઈવ રમી રહી છે. બીજા બોલ પર પણ કે કવર પર શોટ લગાવી રહી છે. વીડિયોમાં આ બાળકી બીજા શોટ્સ પણ રમી રહી છે.
આપણ વાંચો: IPL-2024: MIના Ex અને Current Captain Rohit Sharma And Hardik Pandya આવ્યા આમને સામને અને…
બાળકી એટલી નાની છે કે એલ્બો ગાર્ડને તેના પેડ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો છે પણ એના શોટ્સ જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે તે વર્ષોથી ક્રિકેટ રમી રહી હોય. બાળકોના બેટ લિફ્ટ, બેટ સ્વિંગ અને શોટ્સ લગાવવાની પેટર્ન ખૂબ જ સુંદર છે. કમેન્ટ સેક્શનમાં લોકો બાળકીના ભરપેટ વખાણ કરી રહ્યા છે.
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું કે ઓહ માય ગોડ નાના નાના પગની મૂવમેન્ટ, જે રીતે તે બેટ ચલાવી રહી છે, આપણું ભવિષ્ય ખૂબ જ ટેલેન્ટેડ અને ઉજ્જવલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની મહિલા ટીમે એ કરતબ કરી દેખાડ્યું હતું કે જે પુરુષ ટીમ છેલ્લાં 16 વર્ષમાં નથી કરી શકી. આરસીબીની મહિલા ટીમે હાલમાં જ સંપન્ન થયેલી વીમેન્સ પ્રીમિયર લીગ-2024નું ટાઈટલ પોતાના નામે કર્યું હતું. 16 વર્ષથી આઈપીએલ રમી રહેલી આરસીબીની મેલ ટીમ હજી પણ ટ્રોફી જિતવાની ફિરાકમાં છે, જ્યારે મહિલા ટીમે બે જ વર્ષમાં ખિતાબ પોતાના નામે કરી લીધો હતો.