ધર્મતેજ

મોહે તો તુમ પ્રભુ એક આધારા

ગીતા મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં સમપર્ણને સમજાવીને હવે ભગવાન ભક્તના એકમાત્ર આધારનો નિશ્ર્ચય કરાવે છે.
ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માને પ્રાપ્ત કરવાની સાધનામાં અર્જુનના પથદર્શક બન્યા છે. તે માટે જરૂરી સાધનાના એક પછી એક પડળ ખોલતા તેઓ અર્જુનને કહે છે –
“પભ્રજ્ઞમ પણ અળઢટ્ટશ્ર્ન્રૂ પરુ્રૂ રૂૂથ્િ રુણમજ્ઞય્રૂ
રુણમરુલશ્ર્રૂરુલ પભ્રજ્ઞમ અટ ઉદ્વમહ્ણ ણ ર્લૈયર્રૂીં ॥૧૨/૮॥
અર્થાત મારામાં જ મન રાખ, મારામાં બુદ્ધિ પરોવ. પછી મારામાં જ પ્રતિષ્ઠિત થઈશ, તેમાં સંશય નથી.
કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે એક જ દિશામાં થતો પ્રયત્ન અતિ મહત્ત્વનો છે. કોઈને મુંબઈ પહોંચવું હોય તો તેણે મુંબઈ તરફની એક દિશામાં જ જવું જોઈએ. જો તે ઘડીકમાં દિલ્હી, ઘડીકમાં રાજકોટ, ઘડીકમાં કલકત્તા તરફ જાય તો તે મુંબઈ ક્યારેય પહોંચી શકે નહિ. એક જ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવતા પ્રયત્ન દ્વારા જ સંપૂર્ણ અને ગુણવત્તા સભર સફળતા મળે છે. આ ગુણ માત્ર ભૌતિક જગતમાં જ નહીં, પરંતુ આધ્યાત્મિક જગતમાં પણ એટલો જ સુસંગત છે.
મનથી આપણે સંકલ્પ કે વિચાર કરીએ છીએ અને બુદ્ધિથી નિર્ણય કરીએ છીએ. પરમાત્મામાં મન રાખી કરાતાં કાર્યમાં માત્ર પરમાત્માની પ્રસન્નતાનો કેન્દ્રવર્તી વિચાર રહેલો હોય છે. બુદ્ધિને પરમાત્મામાં પરોવવી એટલે તર્ક-વિતર્કોને પરમાત્મામાં ઓગાળી નાખવા. પ્રત્યેક નિર્ણય પરમાત્માની અનુવૃત્તિને લક્ષમાં લઈને કરવા. એક માત્ર પરમાત્માને મન અને બુદ્ધિ સમર્પિત કરવાની આ એક આંતરિક સાધના છે. અન્ય કોઈનો વિચાર નહિ, અન્ય કોઈનો આશરો નહીં.
શાસ્ત્રોમાં કહ્યું છે કે આશરો હંમેશા એકનો જ કરવો. અનેક જગ્યાએ આસ્થા ન રાખવી. ૧૦ જગ્યાએ ૧૦ ફૂટનો ખાડો કરે તો પાણી ન નીકળે. પણ એક જગ્યાએ સો ફૂટ ખોદે તો પુષ્કળ પાણી મળે. પતિવ્રતા ભક્તિ પરમાત્માને પ્રિય છે. પતિવ્રતા પત્ની પોતાના પતિને સમર્પિત રહે છે. પતિનાં સગાં સંબંધીઓની સંભાવના કરે છે, પણ જેવો પતિ સાથે સંબંધ છે તેઓ બીજા સાથે હોય જ નહીં. ‘છયતાયભિં ફહહ, રજ્ઞહહજ્ઞૂ જ્ઞક્ષય ફક્ષમ વફયિં ક્ષજ્ઞક્ષય.‘ એટલે કે બધા દેવોને આદર આપો. પણ આશરો તો એકનો જ કરવો પડે અને નિંદા કોઈની ન કરો. ભક્ત કવિ તુલસીદાસે પણ બાંકે બિહારી આગળ મસ્તક નમાવ્યું નહિ અને કહ્યું કે “જ્યારે તમે ધનુષ્ય અને બાણધારી રામચંદ્ર ભગવાનના રૂપે દર્શન દો તો જ હું મસ્તક નમાવું. ઇષ્ટદેવની જેમ ગુરુ પણ એક જ રાખવા જોઇએ. જેમ આંબાના ઝાડનો નિશ્ર્ચય પાકો છે. તેના પાંદડા ખરી જાય તો પણ તે નિશ્ર્ચય જતો નથી. તેમ ઇષ્ટદેવ અને ગુરુનો નિશ્ર્ચય પણ પાકો જોઈએ. સમય કે સંજોગો બદલાતા તે નિશ્ર્ચય મોળો ન પડવો જોઈએ.
સામાન્ય રીતે જ્યારે સુખનાં દિવસો હોય ત્યારે એક નિષ્ઠા રહે છે. પણ સંસાર છે તો સુખ અને દુ:ખ બન્ને આવે છે. પાંડવોનું સમગ્ર જીવન અન્યાય અને દુ:ખ સહન કરવામાં વીત્યું. નરસિંહ મહેતા અને મીરાંબાઈના જીવનમાં પણ ઘણી ઉપાધિઓ આવી પણ કોઈએ ભગવાન સિવાય અન્યનો આશરો લીધો નહીં. આ સાચા ભક્તનું લક્ષણ છે.
ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે: “ભગવાનનો જે દૃઢ આશરો છે તે સર્વ સાધનોમાં મોટું સાધન છે. તેણે કરીને ભગવાન રાજી થાય છે. અને એ આશરો અતિ દૃઢ જોઈએ, જેને વિષે કોઈ પોલ રહે નહીં. એક પરમાત્માને આશરે ગયા પછી બીજે ક્યાંય મનને ભટકવા દેવું નહીં, અનન્ય ભાવે ઉપાસના કરવી. ભક્તકવિ મુક્તાનંદ સ્વામીએ આ ભાવને કીર્તનમાં વણી લેતા ગાયું છે કે -“મોહે તો તુમહિ પ્રભુ એક આધારા
નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી
જહાં દેખું તહા જલનિધી ખારા
સાચા ભક્તને પોતાના ઇષ્ટદેવ કે ગુરુના વિચારથી પોતાનો જુદો વિચાર જ ન હોય. તે વખત પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના ગુરુ પ.પૂ. યોગીજી મહારાજ હયાત હતા. આગામી મોટો ઉત્સવ ક્યાં ઉજવવો તેની ચર્ચા યોગીજી મહારાજ, મોટેરા સંતો અને વડીલ હરિભક્તોની ઉપસ્થિતિમાં ચાલી રહી હતી. તે વખતે ગોંડલમાં પાણીની ખેંચ હોવાથી સર્વેનો મત ગોંડલમાં ઉત્સવ નહિ કરવાનો હતો. યોગીજી મહારાજે પ્રમુખસ્વામીને નિર્યણ લેવા કહ્યું. ત્યારે સ્વામીશ્રીએ ગોંડલમાં ઉત્સવ ઉજવવાની વાત કરી. તેઓ જાણતા હતા કે ગુરુ યોગીજી મહારાજની ઇચ્છા ગોંડલમાં ઉત્સવ ઉજવવાની છે. પાણીના સંકટની કપરી પરિસ્થિતિનનો પડકાર હોવા છતાં તેઓ ગુરુની ઇચ્છામાં ભળી ગયા.
એક ગુરુના દૃઢ આધાર પર જીવતા શીખીએ તો વિકટ પ્રશ્ર્નો પણ સરળ થઇ જાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…