સ્પેશિયલ ફિચર્સ

Reels બનાવવાના ચસ્કાએ આ યુવકને બનાવ્યો લખપતિ? જાણો કઈ રીતે?

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ રીલ કે વીડિયો વાઈરલ થતાં હોય છે અને દેશની રાજધાની દિલ્હીથી પણ આવી જ એક રીલ ખૂબ વાઈરલ થઈ રહી છે. પોતાના પોતાના જ લગ્નમાં રીલ્સ બનાવીને એક વરરાજા ખૂબ જ ફેમસ થઈ ગયા છે અને નેટિઝન્સે તેને ‘રીલ વાલા દુલ્હા’ કહીને સંબોધી રહ્યા છે. આ વરરાજાએ પોતાના લગ્નમાં જ એટલી રીલ્સ બનાવી હતી કે લોકોને શંકા થઈ ગઈ કે આ લગ્ન અસલી છે કે નકલી? કેટલાક લોકો તો એવી શંકા પણ વ્યક્ત કરી રહ્યા છે કે રીલ્સ બનાવા માટે જ લગ્ન કર્યા છે.

ઈન્ટરનેટ પર ‘રાજા વ્લોગ’ના નામથી પ્રખ્યાત આ વ્યક્તિએ એક પ્લેટફોર્મ પર પોતાની સ્ટોરી શેર કરી છે અને તેણે તેણે જણાવ્યું હતું કે કઈ રીતે તેણે સોશિયલ મીડિયાની દુનિયામાં સફળતા મેળવી અને આજે તેની કમાણી કેટલી છે. રાજાએ જણાવ્યું હતું કે તેણે ભણવાની સાથે જ વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું અને લોકોએ તેના વીડિયો પર કમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું. રાજા ભણવા માટે કાનપુર ગયો અને જ્યારે તેને ખબર પડી કે પિતા ફેક્ટ્રીમાં મજુરી કરે છે, તો તેને ખુબ જ દુખ થયું. હાલમાં જ આવેલી પ્રખ્યાત ફિલ્મ 12Tth Failની જેમ તે પણ 12મીમાં નાપાસ થયો છે પણ તેણે વિડિયો બનાવાનું ચાલું જ રાખ્યું.

રાજા એકિટંગ કરવા માગતો હતો પણ તેણે હાર ના માની અને એકિટંગમાં પણ ફેલ જતા એક ચેનલ બનાવી. અહીં તે મનોરંજનને લગતા વિડિયો બનાવા લાગ્યો. જોકે ત્રણ વિડિયો પર કોપીરાઈટ આવતા ચેનલ રીમુવ થઈ ગઈ અને એક વર્ષની મહેનત પર પાણી ફેરવાઈ ગયું. ચેનલથી કોઈ પૈસા પણ ના મળ્યા. ગુજરાતના કોઈ વ્યકિતના ત્રણ વિડિયો કોપી કર્યા હતા. બાદમાં ટિકટોક પર વિડિયો બનાવાનું શરૂ કરી દીધું.

ધીરે ધીરે રાજા બિહારમાં પોતાની ઓળખ બનાવા લાગ્યો. અહીં તેના આઠ લાખ ફોલોઅર્સ થઈ ગયા. જો કે બાદમાં ટિકટોક પણ બંધ થઈ ગયું. લોકોની ટીકાના પગલે રાજાએ આત્મહત્યા કરવાનું વિચાર્યું પણ બાદમાં હિંમત કરીને એક બેંકમાં નોકરી કરવાનું શરૂ કર્યું. જોકે મન ના લાગતા નોકરી છોડી દીધી, પરિવારે પણ સાથ છોડી દીધો અને મિત્રોએ પણ દગો આપ્યો. એક મિત્રએ તેને અંબાલા નોકરી માટે બોલાવ્યો, જેના માટે પિતા પાસે 3500 રૂપિયા માંગ્યા. પણ પાછળથી જાણ થઈ કે નેટવર્ક માર્કેટિંગની નોકરી હતી અને આમા તેના ઘણા પૈસા વપરાય ગયા. બાદમા પિતા સાથે મજુરી શરૂ કરી પણ તેમાં પણ મન ના લાગતા ફરી યુટ્યુબ ચેનલ બનાવી.

ઈન્સ્ટાગ્રામ પર ખુબ જ પ્રખ્યાત થયા હતા. જ્યારે તેના ત્રણથી ચાર હજાર સબ્સક્રાઈબર્સ હતા ત્યારે એક વિડિયો વાયરલ થયો અને તેના સબ્સક્રાઈબર્સ વધવા લાગ્યા. આજે તેના ત્રણ લાખ સબ્સક્રાઈબર્સ પૂરા થવા જઈ રહ્યા છે અને તે દર મહિને 50,000થી એક લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે અને આ જ પૈસાથી બહેનના લગ્ન પણ કરાવ્યા હતા. લગ્ન બાદ તેના ઈન્સ્ટાગ્રામ પર ચાર મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?