રાહુલ ગાંધીના દાવાને અશોક ચવ્હાણે ફગાવ્યા, આપ્યું આ નિવેદન
મુંબઈ: કૉંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયેલા અશોક ચવ્હાણ પર કૉંગ્રેસના નેતા પર રાહુલ ગાંધીએ તેમની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની મુંબઈમાં સભા દરમિયાન નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પાર્ટી છોડ્યા પહેલા અશોક ચવ્હાણ મારી મમ્મી સોનિયા ગાંધીને મળ્યા અને તેમની સામે રડ્યા હતા. રાહુલ ગાંધીના આ નિવેદનને અશોક ચવ્હાણે પાયાવિહોણું ગણાવ્યું હતું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અશોક ચવ્હાણે સોનિયા ગાંધીને મળીને કહ્યું હતું કે તે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની તાકાત સામે નહીં લડી શકે અને તે જેલમાં જવા માગતા નથી. રાહુલ ગાંધીના આ નિવેદનને અશોક ચવ્હાણે ખોટું ગણાવી તેને ફગાવી કાઢ્યું હતું.
અશોક ચવ્હાણે સોમવારે કહ્યું હતું કે જો રાહુલ ગાંધી તેમની સભામાં મારી માટે આવું નિવેદન આપ્યું એ તો સાવ નિરાધાર અને ખોટું છે. કૉંગ્રેસમાંથી રાજીનામું આપવા સુધી મેં પાર્ટીની હેડ ઓફિસમાં કામ કર્યું હતું.
મેં વિધાનસભ્યના પદ પરથી રાજીનામું આપ્યા બાદ પાર્ટીમાંથી પણ રાજીનામું આપ્યું હતું. મારા રાજીનામા બાબતે પાર્ટીના કોઈ પણ નેતા કે સભ્યને ખબર નહોતી. મેં રાજીનામાં પહેલા સોનિયા ગાંધીને મળ્યો નથી. રાહુલ ગાંધીની મેં સોનિયા ગાંધીને મળીને મારી લાગણીઓ જણાવી તે ખોટી વાત છે. રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવું રાજકીય નિવેદન આપ્યું છે, એવું ચવ્હાણે જણાવ્યું હતું.
કૉંગ્રેસ છોડ્યા બાદ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રહેલા અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા હતા. ભાજપ દ્વારા ચવ્હાણને મહારાષ્ટ્રની રાજ્યસભાની ટિકિટ આપવામાં આવતા તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે.