એવું તે શું થયું કે Tabbu, Kareena And Kritiએ Gold buiscuit ચોરવાનો વારો આવ્યો?
સીટ બેલ્ટ પહેરીને તૈયાર થઈ જાવ કારણ કે Film Crewનું બીજું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને આ ફિલ્મ દર્શકોને એક એન્ટરટેઈન્ટમેન્ટ અને ઈન્ટરેસ્ટિંગ રાઈડ પર લઈ જવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં પહેલી જ વખત ઈન્ડસ્ટ્રીની ત્રણેય બ્યુટીફૂલ એક્ટ્રેસ તબ્બુ, કરિના કપૂર-ખા અને કૃતિ સેનન એક સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે, દર્શકોને આ ત્રણેય એક્ટ્રેસનું કોમ્બિનેશન ચોક્કસ જ પસંદ આવશે.
કરિના, તબ્બુ અને ક્રિતી ત્રણેય સાથે મળીને ધમાકેદાર પર્ફોર્મન્સ આપી રહી છે. કરિના કપૂરની કોમિક ટાઈમિંગથી તમને હસવાનું આવશે તો તબ્બુ એરહોસ્ટેસના રોલમાં કોઈ પણ મહેનત વિના એકદમ પરફેક્ટ લાગી રહી છે. વાત કરીએ ક્રિતીની તો ક્રિટી આ ફિલ્મમાં પરફેક્ટ ચેરી ઓન ટોપ સાબિત થવા જઈ રહી છે.
આ ત્રણેય પાવર હાઉસ ક્રૂ ફિલ્મના બીજા ટ્રેલરમાં પણ પોતાની અમીટ છાપ છોડી રહી છે અને નવા ટ્રેલરે દર્શકોની ઉત્સુકતા વધારી દીધી છે. આ નવા ટ્રેલરમાં દર્શકોને ફિલ્મની વાર્તા સમજવાની તક આપવામાં આવી છે. પહેલાં ટ્રેલરમાં દર્શકોને તબ્બુ, કરિના અને ક્રિતીને ચોરી કરતી અને મોજ-મસ્તી મારતી જોઈ હતી.
હવે બીજા ટ્રેલરમાં એવું દેખાડવામાં આવ્યું છે કે તે ત્રણ સોનાના બિસ્ટકિટ ચોરવા જઈ રહી છે. ત્રણેય જે એરલાઈન માટે કામ કરે છે કંગાળ થઈ ગઈ છે અને ત્રણેય જણી પોત-પોતાના જૂગાડ લાગવતી જોવા મળી રહી છે પણ તેમનો આ રસ્તો બિલકુલ સરળ નથી રહેવાનો. તબ્બુ, કરિના અને ક્રિતીએ દમદાર ડાયલોગ ડિલીવરી આપી છે અને તેઓ અજીબો ગરીબ પરિસ્થિતિમાં ફસાતી પણ જોવા મળી રહી છે.
આ ફિલ્મ આજ મહિનાના અંતમાં એટલે કે 29મી માર્ચ, 2024ના રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મ એક એવી જર્ની હશે કે જેને તમે ક્યારેય નહીં ભૂલી શકો.