નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

સમાજવાદી પાર્ટીએ વધુ 6 ઉમેદવારો જાહેર કર્યા, જાણો કોને કઈ સીટ મળી?

લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ તે સાથે જ સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે વધુ 6 ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. સપાએ મિશ્રિખ બેઠક પરથી પાર્ટીનો ઉમેદવાર બદલ્યો છે, પાર્ટીએ અગાઉ પૂર્વ મંત્રી રામપાલ રાજવંશીને ઉમેદવાર જાહેર કર્યા હતા, પરંતુ હવે તેમની જગ્યાએ મનોજ કુમાર રાજવંશીને ટિકિટ આપવામાં આવી છે.

આ સિવાય ધર્મેન્દ્ર યાદવને આઝમગઢથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ગૌતમ બુદ્ધ નગર (નોઈડા)થી ડૉ.મહેન્દ્ર નગરને ટિકિટ આપી છે. આ ઉપરાંત સુલતાનપુરથી ભીમ નિષાદ, ઇટાવાથી જિતેન્દ્ર દોહરે અને જાલૌનથી નારાયણ દાસ અહિરવારને ટિકિટ આપવામાં આવી છે. ઈટાવા સીટ હાલમાં ભાજપના કબજામાં છે અને અહીંથી રામશંકર કઠેરિયા સાંસદ છે, જેમને ભાજપે ફરી એકવાર મેદાનમાં ઉતાર્યા છે.રામશંકર કઠેરિયાએ 2019માં સપાના કમલેશ કુમારને 50 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.

ગત લોકસભા ચૂંટણી 2019માં અખિલેશ યાદવ પોતે આઝમગઢથી ચૂંટણી લડ્યા હતા અને ભાજપના ઉમેદવાર અને ભોજપુરી સ્ટાર દિનેશ લાલ નિરહુઆને હરાવ્યા હતા. બાદમાં કરહલથી વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ અખિલેશે લોકસભા સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી અહીં યોજાયેલી પેટાચૂંટણીમાં સપાએ ધર્મેન્દ્ર યાદવને ટિકિટ આપી હતી અને ભાજપે નિરહુઆને ટિકિટ આપી હતી. નિરહુઆએ આ ચૂંટણીમાં 8 હજાર મતોની સરસાઈથી જીત મેળવી હતી.

સપા પ્રમુખ અખિલેશે ગૌતમ બુદ્ધ નગરથી મહેન્દ્ર નાગરને મેદાનમાં ઉતાર્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં, આ સીટ SP-BSP ગઠબંધન હેઠળ BSP પાસે ગઈ હતી અને બીએસપી ઉમેદવાર સતવીરને ભાજપના ઉમેદવાર મહેશ શર્માના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

બીએસપી ઉમેદવાર સતવીરને ડૉ. મહેશ શર્માએ 3 લાખ 30થી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા. આ વખતે સપાએ સુલતાનપુર બેઠક પરથી ભીમ નિષાદને ટિકિટ આપી છે. આ સીટ પર ભાજપે હજુ સુધી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. મેનકા ગાંધી અહીંથી સાંસદ છે. ગત વખતે તેમણે સપા-બસપા ગઠબંધનના ઉમેદવારને નજીકના મુકાબલામાં હરાવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button