મનોરંજન

આ ખાસ આઉટફિટ ડિઝાઈન કરાવ્યા હતા Pulkit And Krutiએ પોતાના લગ્ન માટે…

ફેન્સ જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ક્ષણ આવી ગઈ અને આખરે પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા સાત ફેરા લઈને હંમેશા માટે એકબીજાના થઈ ગયા. સોશિયલ મીડિયા પર તેમના લગ્નના ફોટો પણ વાઈરલ થઈ ગયા. બંને નવા નવા વરઘોડિયાઓએ પોતાના સ્પેશિયલ આઉટફિટ્સથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

પુલકિત અને કૃતિએ એક નવો ચીલો ચાતર્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કપલનો આ સ્પેશિયલ ડેનો આઉટફિટ અનામિકા ખન્નાએ ડિઝાઈન કર્યો છે પણ હજી સુધી આ અંગે કોઈ ઓફિશિયલ માહિતી મળી શકી નહોતી. કૃતિ અને પુલકિતે પોતાના આઉટફિટને એકદમ ટ્રેડિશનલ રાખ્યા હતા.

ફોટોમાં જોવા મળી રહ્યું છે એ પ્રમાણે પુલકિતે પોતાની શેરવાની પર ગાયત્રી મંત્ર લખાવ્યો છે. લોકોને તેનો આ ખાસ અંદાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને ફેન્સે આને એકદમ હટકે ટ્રેન્ડ ગણાવ્યો છે. વાત કરીએ કૃતિના લહેંગાની તો કૃતિએ પણ અત્યાર સુધીની તમામ બ્રાઈડ કરતાં અલગ જ પ્રકારનો લહેંગો પહેર્યો હચો.

View this post on Instagram

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda)

આ લહેંગાનું કનેક્શન રાજસ્થાનના ગોટા પટ્ટીથી છે. આ સિવાય લહેંગાનો કલર પણ તેણે એકદમ હટકે ચૂઝ કર્યો છે, જેને કારણે તે અત્યાર સુધી બી-ટાઉનની તમામ બ્રાઈડ કરતાં એકદમ અલગ લાગી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પુલકિત અને કૃતિ એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા અને બંને જણે પોતાની આ રિલેશનશિપને હંમેશા પબ્લિક જ રાખ્યો હતો. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર રોમેન્ટિક ફોટો પણ શેર કરતાં રહે છે.

અહીંયા તમારી જાણ માટે કે પુલકિતના પહેલાં લગ્ન શ્વેતા રોહિરા સાથે થયા હતા પરંતુ લગ્નના એક જ વર્ષમાં બંનેના છુટાછેડા થઈ ગયા હતા. શ્વેતા બોલીવૂડના ભાઈજાન સલમાન ખાનની બહેન હોવાનું કહેવાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button