ભારતના આ શહેરમાં સૌથી ફાસ્ટ ઈન્ટરનેટ ચાલે છે, દિલ્હી કે મુંબઈ તો નથી તો પછી કોણ છે…
Internet એ આજના સમયની સૌથી મહત્ત્વની જરૂરિયાતમાંથી એક બની ગઈ છે. આ પહેલાં રોટી કપડાં ઔર મકાન આ ત્રણ મૂળભૂત જરૂરિયાતો હતી હવે તેમાં ચોથી જરૂરિયાત ઉમેરાઈ ગઈ છે અને એ છે ઈન્ટરનેટ. પરંતુ જો તમને કોઈ પૂછે કે સૌથી ફાસ્ટ ઈન્ટરનેટ કઈ જગ્યાએ ચાલે છે તો શું તમને આ સવાલનો જવાબ ખબર છે? નહીં ને? ચાલો આજે તમને એ વિશે જણાવીએ…
ભારતમાં ઈન્ટરનેટની શરૂઆત 1986માં થઈ હતી અને સામાન્ય નાગરિકો માટે તે 1995માં ઉપલબ્ધ કરાવી આપવામાં આવ્યું હતું. દુનિયામાં ઈન્ટરનેટની સ્પીડની વાત કરીએ તો આ યાદીમાં ભારત 28મા સ્થાને છે અને દેશમાં ઈન્ટરનેટની એવરેજ સ્પીડ 75.86 MBPS જેટલી જોવા મળે છે.
દુનિયામાં ઈન્ટરનેટના મામલામાં ભારતનું સ્થન અને સ્થિતિ વિશે વાત કરી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ કે ભારતમાં આખરે સૌથી વધુ ફાસ્ટ ઈન્ટરનેટ ક્યાં ચાલે છે અને એની એવરેજ સ્પીડ વિશે. જો તમને લાગતું હોય કે આ સવાલનો જવાબ દિલ્હી કે મુંબઈ જેવા મેટ્રોસિટી હશે તો એવું બિલકુલ નથી. તમારી જાણ માટે દિલ્હીમાં ભલે ફાસ્ટેસ્ટ ઈન્ટરનેટની સુવિધા હોય પણ તેમ છતાં દિલ્હીનો સમાવેશ ટોપ ફાઈવ સિટીમાં પણ નથી આવતું.
સ્ટેટિસ્ટા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભારતમાં સૌથી ફાસ્ટ ઈન્ટરનેટ ચેન્નઈમાં ચાલે છે અને અહીં ઈન્ટરનેટની સ્પીડ 51.07 MBPS છે. ત્યાર બાદ બીજા નંબરે આવે છે આઈટી હબ બેંગ્લોર કે જ્યાં 42.05 MBPS અને 41.68 MBPS સાથે હૈદરાબાદ ત્રીજા સ્થાને આવે છે.
ચોથા સ્થાને આવે નવાબોં કા શહેર લખનઊ. અહીં ઈન્ટરનેટની એવરેજ સ્પીડ 34.06 MBPS છે. જ્યારે 34.04 MBPSની સ્પીડ સાથે કોલકતા પાંચમા સ્થાને આવે છે. વાત કરીએ દેશની રાજધાની દિલ્હીની તો દિલ્હીમાં ઈન્ટરનેટની એવરેજ સ્પીડ 22.33 MBPS જેટલી છે.