નેશનલ

મની લોન્ડરિંગ કેસઃ ઝારખંડમાં કોંગ્રેસના વિધાનસભ્યને ઇડીનું તેડું

રાંચી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ઝારખંડના કોંગ્રેસના વિધાનસભ્ય અંબાપ્રસાદ અને તેમના ભાઈને આવતા મહિને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે, સત્તાવાર સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું.

કથિત ખંડણીની વસૂલાત, ગેરકાયદે રેતી ખનન અને જમીન પચાવી પાડવા સંબંધિત કેન્દ્રીય એજન્સીની તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા આ સપ્તાહની શરૂઆતમાં પ્રસાદ, તેના પિતા અને ભૂતપૂર્વ પ્રધાન યોગેન્દ્ર સાઓ અને અન્યના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા.

36 વર્ષીય પ્રસાદ, જે ઝારખંડ વિધાનસભામાં બરકાગાંવનું પ્રતિનિધિત્વ કરે છે, તેને 4 એપ્રિલે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે, જ્યારે તેના ભાઈ અંકિત સાઓને બીજા દિવસે 5 એપ્રિલે બોલાવવામાં આવ્યા છે, તેવું સૂત્રોએ જણાવ્યું હતું. કેન્દ્રીય એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ પીએમએલએની જોગવાઈઓ હેઠળ તેમના નિવેદનો રેકોર્ડ કરવા માંગે છે, એમ તેઓએ જણાવ્યું હતું.

એજન્સીએ ગુરુવારે કહ્યું હતું કે તેણે આ દરોડા પછી લગભગ 35 લાખ રૂપિયાની “બેનામી” રોકડ અને દસ્તાવેજો જપ્ત કર્યા હતા. તેમની સામેનો કેસ સાઓ, તેના પરિવારના સભ્યો અને તેના સહયોગીઓ સામે ભારતીય દંડ સંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળ ઝારખંડ પોલીસ દ્વારા નોંધાયેલી 15 એફઆઈઆરમાંથી ઉદ્ભવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button