મનોરંજન

અમિતાભ બચ્ચનને મળી હોસ્પિટલમાંથી રજા…

મુંબઈ: બૉલીવૂડના મહાનાયક બિગ-બી અમિતાભ બચ્ચનને આજે સવારે કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે મળી રહેલી માહિતી પ્રમાણે બિગ બીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી ફેન્સને બિગ હી હોસ્પિટલાઈઝ્ડ થયા હોવાની માહિતી મળી છે ત્યારથી જ તેઓ તેમના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા.

આજે સવારે છ વાગ્યાની આસપાસ જ અમિતાભ બચ્ચનને કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અને એમના પર એન્જિયોપ્લાસ્ટિ કરવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી.

હવે સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર એન્જિયોપ્લાસ્ટિ બાદ બિગ બીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે. આ સમાચાર સાંભળતા જ બિગ બીના ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે. આ પહેલાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેલાં બિગ બીએ પોતાની હેલ્થને લઈને પોસ્ટ કરીને અપડેટ આપી હતી અને સૌનો આભાર પણ માન્યો હતો.

Also read : Mega Star Amitabh Bachchan આ કારણે થયા મુંબઈની હોસ્પિટલમાં દાખલ… પોસ્ટ કરી આપી માહિતી…

આજે જ બિગ બીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘તમારા સૌનો આભાર’ બિગ-બીની આ ટ્વીટ બાદથી જ લોકોએ તેમની હેલ્થને લઈને વધારે ચિંતા કરવા લાગ્યા હતા, એટલું જ નહીં પણ તેમણે કમેન્ટ બોક્સમાં તેમના જલદી સાજા થવાની પ્રાર્થના પણ કરી હતી. પરંતુ હવે બિગ બીને હોસ્પિટલમાંથી રજા મળતાં તેમની તબિયત સુધારા પર હોઈ તેઓ સ્ટેબલ હોવાનું જણાઈ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button