Babitaji કો ગુસ્સા ક્યોં આયા? પોસ્ટ કરીને કહી દીધી આ વાત…
Tarak Mehta Ka Ooltah Chashma Fame Munmun Dutta હાલમાં તેની સગાઈના ફેક ન્યુઝને કારણે લાઈમ લાઈટમાં આવી ગઈ છે. આ જ સિરિયલના કો-સ્ટાર અને તેનાથી નવ વર્ષ નાના રાજ અનડકટ સાથે તેનું નામ જોડવામાં આવતા બાદમાં મુનમુને આ ફેક ન્યુઝ અંગે સ્પષ્ટતા કરી હતી.
હવે ફરી એક વખત એક્ટ્રેસે આ ફેક ન્યુઝ અંગે રિએક્શન આપ્યું છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. આ બધા ફેક ન્યુઝ વચ્ચે હવે મુનમુન દત્તાએ રિએક્શન આપતા જણાવ્યું છે કે ન તો મારી સગાઈ થઈ છે ન તો મારા લગ્ન થયા છે કે ન તો હું પ્રેગ્નન્ટ છું.
મુનમુને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આ ખરેખર ખૂબ જ ફની છે અને જે રીતે આગની જેમ આ ફેક ન્યુઝ ફોર્વર્ડ થઈ છે એ હરી ફરીને બૂમરેંગની જેમ પાછી આવી રહી છે. હું તમને બધાને એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે ને તો મારી સગાઈ થઈ છે કે ને તો મારા લગ્ન થયા છે કે હું ગર્ભવતી છું. હું જ્યારે પણ લગ્ન કરીશ પછી ભલે મારો થનારો પતિ મારાથી નાનો હશે કે મોટો હશે પણ હું એકદમ ગર્વની સાથે એ ન્યૂઝ તમારી સાથે ચોક્કસ શેર કરીશ.
એટલું જ નહીં એક્ટ્રેસ પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે આ મારા બંગાલી જિન્સ છે. હંમેશા પ્રાઉડ અને બહાદુર જ રહેવું. હવે હું આવા ફેક ન્યૂઝ પર રિએક્શન આપવામાં મારી એનર્જી નથી વેડફવા માંગતી. મુનમુન દત્તાએ કહ્યું હતું કે લાઈફમાં ઘણી બધી બીજી સારી વસ્તુ છે જેના માટે મૂવ ઓન કરીશ. ભગવાન ખૂબ જ દયાળું છે અને લાઈફ ઈઝ બ્યુટીફૂલ.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ મુનમુન અને રાજની સગાઈના ફેક ન્યુઝ વાઈરલ થયા હતા અને આ સમાચાર સાંભળીને ફેન્સને ખૂબ જ આંચકો લાગ્યો હતો. પરંતુ મોડી સાંજે મુનમુને આ ફેક ન્યુઝ અંગે મૌન તોડ્યું હતું.