‘બબીતાજી’ની ‘ટપ્પુ’ સાથે સગાઇ? શું છે સાચી વાત જાણો…?
મુંબઈ: તારક મહેતાની બબીતાજી તરીકે જાણીતી મૂનમૂન દત્તા અને ટપ્પુ એટલે કે રાજ ઉનડકટની સગાઇની વાત જોરશોરમાં ચાલી રહી છે અને અમુક વખતથી બંને ટૂંક સમયમાં સગાઇ કરી લેવાના હોવાના અહેવાલો પણ અનેક જગ્યાએ વહેતા થયા હતા. જોકે, આખરે મૂનમૂન દત્તા આ તમામ ચર્ચા ઉપર પૂર્ણવિરામ મૂકી દીધુ છે.
રાજ અને મૂનમૂને ચૂપચાપ સગાઇ કરી લીધી હોવાના સમાચાર સોશિયલ મીડિયા ઉપર આગની જેમ ફેલાયા હતા. તેમના ચાહકોને પણ આ સમાચારથી આંચકો લાગ્યો હતો અને પ્રશ્ર્ન થયો હતો કે બંનેએ ગુપચુપ શા માટે સગાઇ કરી લીધી. જોકે, આ અહેવાલોને રદિયો આપીને મૂનમૂન દત્તાએ આખરે આ ચર્ચા ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
મૂનમૂન દત્તાએ રાજ સાથે તેની સગાઇ થઇ હોવાની વાત સાવ ખોટી હોવાનું જણાવ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં મૂનમૂને આ વાતને ફગાવી હતીઅને રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે તે આ બાબતે કોઇ વાત નથી કરવા માગતી અને આ વાતને વધુ મહત્ત્વ પણ આપવા માગતી નથી. મૂનમૂને કહ્યું હતું કે આ વાત સાવ વાહિયાત છે અને તેમાં એક ટકા પણ સત્યતા નથી. હું આવી ફેક ખબર ઉપર પોતાની એનર્જી વેડફવા નથી માગતી.
રાજે પણ આ બાબતે વાત કરતા કહ્યું હતું કે આ વાત સાવ ખોટી છે અને લોકો સોશિયલ મીડિયા ઉપર જે વાંચી રહ્યા છે તે જરા પણ ખરી નથી.
ઉલ્લેખનીય છે કે વડોદરામાં રાજ અને મૂનમૂને સગાઇ કરી લીધી હોવાના સમાચાર સોશિયલ મીડિયા ઉપર વહેતા થયા હતા. બંને વચ્ચે અફેર ચાલતો હોવાની ચર્ચા પણ ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે. મૂનમૂન રાજથી નવ વર્ષ મોટી છે. તેના કારણે સોશિયલ મીડિયા સાઇટ્સ ઉપર ઘણા મીમ્સ પણ બંનેને નિશાને લેતા બનાવવામાં આવ્યા હતા. જોકે આ વાત સાવ ખોટી હોવાનું બંને કલાકાર સ્પષ્ટ કરી ચૂક્યા છે.