ગ્રહોના રાજકુમાર બુધે બનાવ્યો વિપરીત રાજયોગ, ત્રણ રાશિના લોકો પર થશે પૈસાનો વરસાદ…
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમય સમય પર રાશિ પરિવર્તન કરીને શુભ-અશુભ યોગનું નિર્માણ કરે છે અને એની તમામ રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. ગ્રહોના રાજકુમાર બુધ હાલમાં નીચ અવસ્થામાં ભ્રમણ કરી રહ્યો છે અને એની સાથે સાથે જ તે મીન રાશિમાં ઉદય પણ થયો છે. પરંકુ બુધ અહીં વિપરીત રાજયોગનું નિર્માણ કરી રહ્યો છે જેને કારણે કેટલીક રાશિનું ભાગ્ય ચમકી રહ્યું છે. આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે, ચાલો જોઈએ કઈ છે આ રાશિઓ…
મેષ રાશિના જાતકોને આ વિપરીત રાજયોગને કારણે લાભ થઈ રહ્યો છે. બુધ આ રાશિના ત્રીજા અને છઠ્ઠા ભાવના સ્વામી છે. આ સાથે જ બુધ તમારી કુંડળીના 12મા ભાવમાં ઉદય થયો છે. આ સાથે રાહુ પણ આ જ રાશિમાં છે. જેને કારણે આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. તમારા અટકી પડેલાં પૈસા પાછા મળી શકે છે. શેરબજાર, લોટરી, સોના-ચાંદી સંબંધિત કામ કરી રહ્યા છો એમાં તમને લાભ થઈ રહ્યો છે. રોકાણથી લાભ થઈ રહ્યો છે.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આ વિપરીત રાજયોગ અનુકૂળ સાબિત થઈ રહ્યો છે, કારણ કે તમારી કુંડળીના બીજા અને 11મા સ્થાનના સ્વામી થઈને આઠમા ભાવમાં રાહુ સાથે બુધ બિરાજમાન થયા છે. જો તમે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરો છો તો આજે તમને લાખો કરોડોના ટેન્ડર મળી શકે છે. વેપારમાં પણ સારો નફો થઈ રહ્યો છે. એક્સપોર્ટ ઈમ્પોર્ટના કામમાં પણ લાભ થઈ રહ્યો છે. કમિશનના કામમાં પણ લાભ થઈ રહ્યો છે.
તુલાઃ
તુલા રાશિના લોકો માટે આવક અને રોકાણની દ્રષ્ટિએ આ વિપરીત રાજયોગ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે કારણ કે બુધ ગ્રહ તમારી કુંડળીના 12મા ભાવના સ્વામી છે અને વિપરીત રાજયોગ બનાવ્યો છે. આ સમયે તમને રોકાણથી લાભ થઈ રહ્યો છે. નવો બિઝનેસ શરૂ કરવા માગતા લોકો માટે આ એકદમ અનુકૂળ છે. સ્ટોક માર્કેટ, સટ્ટો અને લોટરીમાં રોકાણ કરીને ધનલાભ થઈ રહ્યો છે.