પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા
વારાણસીઃ ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીને આજે આર્મ્સ એક્ટના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વારાણસીના એમપી એમએલએ કોર્ટે મંગળવારે પૂર્વ ધારાસભ્યને 36 વર્ષ જૂના કેસમાં દોષિત ઠેરવ્યા છે. આ સાથે 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીને આર્મ્સ એક્ટ કેસમાં આજે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વારાણસીના એમપી એમએલએ કોર્ટે મંગળવારે મુખ્તાર અંસારીને 36 વર્ષ જૂના કેસમાં દોષિત ઠેરવ્યો છે.
વર્ષ 1987માં ગાઝીપુરમાં ડબલ બેરલ બંદૂકનું લાયસન્સ મેળવતી વખતે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકની નકલી સહીઓ કરીને લાઇસન્સ આપવામાં આવ્યું હતું. આ મામલો બહાર આવ્યા બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.
અત્યાર સુધીમાં અન્સારીના લગભગ રૂ. 300 કરોડ જપ્ત થઈ ચૂક્યા છે. તેનો પુત્ર અને સાળો પણ જેલમાં સજા ભોગવી રહ્યા છે જ્યારે તેની પત્ની ફરાર છે.