Rahaના જન્મ બાદ આ કામ કરવાનું છોડી દીધું Ranbir Kapoorએ…
હેડિંગ વાંચીને તમને પણ વિચારમાં પડી ગયા ને કે આખરે એવું તે કયું કામ છે કે જે Rahaના જન્મ બાદ Ranbeet Kapoorએ છોડી દીધું? ચાલો તમને એ વિશે જણાવી જ દઈએ… એનિમલ ફિલ્મમાં પોતાના આલ્ફા મેલ રોલને કારણે Ranbir Kapoor એકદમ છવાઈ ગયો છે અને ફિલ્મમાં એક પોસ્ટરમાં તે હાથમાં સિગારેટ પકડેલો જોવા મળી રહ્યો છે.
પરંતુ રિયલ લાઈફમાં રણબીર કપૂરે સ્મોકિંગ છોડી દીધું છે અને એમાં પણ ખાસ કરીને દીકરી રાહાના જન્મ બાદ.
ફિલ્મની રિલીઝ પહેલાં મીડિયા સાથેના એક ઈન્ટરેક્શન સેશનમાં રણબીર કપૂરે જણાવ્યું હતું કે પોતાની દીકરી રાહા માટે સ્મોકિંગ અને ડ્રિંકિંગ બંને છોડી દીધું છે, કારણ કે એનાથી એને નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં રાહા માટે એક આદર્શ પિતા બનવા માટે તેણે યોગા અને મેડિટેશન પણ શરૂ કર્યું છે.
જોકે, રણબીર કપૂર એકલો નથી કે જેણે પોતાની દીકરી માટે વ્યસનોને તિલાંજલિ આપી હોય. થોડાક સમય પહેલાં બોલીવૂડના ચોકલેટી બોય તરીકે ઓળખાતા શાહિદ કપૂરે પણ આ બાબતે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે દીકરી મીશા માટે તેણે સ્મોકિંગ છોડી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ કબીરસિંહમાં શાહિદ કપૂરને એક સાથે બે-બે સિગારેટ પીતો દેખાડવામાં આવ્યો છે.
રણબીર અને શાહિદની જેમ જ અર્જુન રામપાલે પણ ખૂબ જ નાની વયથી સ્મોકિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ 2020માં કોરોનાકાળ દરમિયાન તેણે સ્મોકિંગ છોડી દીધું હતું અને આવું કરવાની પ્રેરણા તેને પોતાના દીકરા અરિકને જોઈને થઈ હતી. અર્જુને આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મહામારી દરમિયાન એક દિવસ હું મારા દીકરા અરિક સાથે બેઠો હતો અને એ સમયે મને ખ્યાલ આવ્યો કે હું મારા ફેફસાં ખરાબ કરી રહ્યો છે અને પોતાની હેલ્થ સાથે ચેડાં કરી રહ્યો છું.
આ રેસમાં રણબીર કપૂર, શાહિદ કપૂર, અર્જુન રામપાલ સાથે મહેશ ભટ્ટ, ઈમરાન હાશ્મી, કોંકણા સેન-શર્મા, આમિર ખાન અને શાહરૂખ ખાન સહિતના નામ સામેલ છે કે જેમણે પોતાના સંતાનોને ધ્યાનમાં લઈને પોતાના વ્યસનને તિલાંજલિ આપવાનું પગલું ભર્યું હતું.