કોંગ્રેસે જાતિ સમીકરણ સાધ્યું, SC,ST,OBC અને જનરલ ઉમેદવારો કેટલા? જાણો
દેશમાં લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ને લઈને રાજકિય પક્ષો એક્શન મોડમાં છે, ભાજપ બાદ કોંગ્રેસે પણ તેની બીજી યાદી (Congress Candidates List) જાહેર કરી છે. આ લિસ્ટમાં 43 ઉમેદવારોના નામ છે, કોંગ્રેસની કેન્દ્રીય ઈલેક્શન કમિટીએ આસામ, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, અને દીવ-દમણની સીટો માટે 43 ઉમેદવારોના નામની જાહેરાત સાથે જ અત્યાર સુધીમાં કુલ 82 નામો ફાઈનલ થઈ ગયા છે.
કોંગ્રેસે જે રાજ્યોના ઉમેદવારોની પસંદગી કરી તેની યાદી પર એક નજર કરીએ તો આસામમાંથી 12, ગુજરાતમાંથી 7, મધ્યપ્રદેશમાંથી 10, રાજસ્થાનમાંથી 10, ઉત્તરાખંડમાંથી 3 અને દમણ-દીવમાંથી 1 ઉમેદવારની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ 10 ઉમેદવારો જનરલ કેટેગરીના છે.
13 ઉમેદવારો OBC, 10 એસસી, 9 એસટી, 1 મુસ્લિમ અને 4 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. ઉમેદવારોની સરેરાસ વયજુથ 50થી 70 વર્ષમાં છે. જેમ કે 25 ઉમેદવારોની ઉંમર 50 વર્ષથી ઓછી છે, જ્યારે 8 ઉમેદવારોની ઉંમર 51-60 વર્ષની વચ્ચે છે. યાદીમાં સામેલ 10 ઉમેદવારોની ઉંમર 61-70 વર્ષની વચ્ચે છે.
આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રીઓના સંતાનોને પણ મેદાનમાં ઉતાર્યા છે. જેમ કે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથના પુત્ર નકુલ નાથને છિંદવાડાથી તથા રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને જાલોરથી ઉમેદવાર બનાવ્યા છે.